Christian Touch https://worddemo.sibmt.edu.in Read, Write and Discuss… Fri, 11 Feb 2022 13:14:43 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.2 https://worddemo.sibmt.edu.in/wp-content/uploads/2019/01/cropped-ct_favicon-32x32.png Christian Touch https://worddemo.sibmt.edu.in 32 32 સંગીતકાર જસ્ટીન પરમાર દ્વારા એક નવી youtube ચેનલ ” Melodious Moods ” https://worddemo.sibmt.edu.in/melodious-moods/ https://worddemo.sibmt.edu.in/melodious-moods/#respond Fri, 11 Feb 2022 13:07:22 +0000 https://www.christiantouch.org/?p=376 ગુજરાતી ફિલ્મ ના જાણીતા સંગીતકાર જસ્ટીન પરમાર દ્વારા એક નવી youtube ચેનલ ” Melodious Moods ” ઉપર ગુજરાતી ગીત અને ગઝલ ના શોખીન લોકો માટે અને ગુજરાતી ભાષા નું ગૌરવ જળવાય તેવા સુંદર સ્વરાંકનો સુગમ ગીત અને ગઝલ ને લોકો વધુ માણી શકે તે માટે જસ્ટીન પરમાર દ્વારા તેમના દ્વારા સ્વરબદ્ધ કરેલી રચના ઓ આ નવી youtube ચેનલ પર રજુ થશે… જસ્ટીન પરમાર જણાવે છે કે લોકો પોતાની માતૃભાષા માટે ગૌરવ અનુભવે અને ગુજરાતી ગીત ગઝલ અને સંગીત ને વધુ માણે તે માટે એક નમ્ર પ્રયાસ કરવા મા આવ્યો છે. તેના ભાગ રૂપે જસ્ટીન પરમાર દ્વારા લખાયેલ ગીત અને તેમના દ્વારા સ્વરબધ્ધ કરેલ એક ગુજરાતી ગીત ” કદીક તું રીમઝીમ આવીને વરસી જા ” ફેબ્રુઆરી 13 ના રોજ રજુ થશે… જેમાં આર્ટિસ્ટ તરીકે વૈભવી સોલંકી અને જસ્ટીન પરમાર છે. જે ગીત નું વિડિઓ ડિરેકશન કર્યું છે. દિગદર્શક પ્રેમ રાણા અને જેનું ફિલમાંકન કર્યું છે. વૈભવ રાણા એ.. જસ્ટીન પરમાર 16 જેટલી ગુજરાતી ફિલ્મો માટે સંગીત આપ્યું છે. જે સમગ્ર ખ્રિસ્તી સમાજ અને આણંદ માટે ગૌરવ છે.

જસ્ટીન ભાઈ ખ્રિસ્તી સમાજ માટે પણ ઘણા સુંદર ગરબા ના આલ્બમજેવા કે ઢોલ ધબકાર તથા એ હાલો અને ગુજરાતી હિન્દી ખ્રિસ્તી ગીતો પણ તેમની you tube ચેનલ christian songs by justin પરમાર ઉપર લગભગ 70 કરતા વધારે ગીતો મુકેલા છે.. અને સાથે તેઓ music composer association of india ના life ટાઈમ મેમ્બર છે સમગ્ર ગુજરાત માંથી 4 વ્યકિત ઓ જ જેમાં સભ્ય છે એમાંથી એક જસ્ટીન ભાઈ છે.તેમજ અમદાવાદ દૂરદર્શન તેમજ GTPL ગુજરાતી ચેનલ ઉપર પણ તેમના પ્રોગ્રામ રજુ કરી ચુક્યા છે.

]]>
https://worddemo.sibmt.edu.in/melodious-moods/feed/ 0
ક્રિશ્ચિયન યુથ ફેલોશીપ ગ્રુપ ગરબા મહોત્સવ 2021 https://worddemo.sibmt.edu.in/garba-utsav-2021/ https://worddemo.sibmt.edu.in/garba-utsav-2021/#respond Thu, 30 Dec 2021 11:19:34 +0000 https://www.christiantouch.org/?p=367 ઇમુ સોલંકી તથા ક્રિશ્ચિયન યુથ ફેલોશીપ ગ્રુપ (સી .વાય .એફ સ્થાપના 1990)આણંદ દ્વારા 28/12/21 ના રાત્રે 9.00 કલાકે બારાખાહ સેંટર ,આણંદ ખાતે નાતાલ પ્રસંગ ને અનુલક્ષી ને “રઢિયાળી રાત “2021ઓપન ગુજરાત મહોત્સવ નું ભવ્ય આયોજન કરવા માં આવ્યું હતું આ કાર્યક્રમ માં આણંદ ડિસ્ટ્રિક્ટ ના ડીએસ /આણંદ ના તમામ  ડિનોમિનેશન ના પાસ્ટર સાહેબ ,કેપ્ટન સાહેબ ,મેજર સાહેબ એડમિનિસ્ટ્રેટર સાહેબ / પાલિકા પ્રમુખ તથા સાથે સમાજ ને રાજકીય તથા સામાજિક અને રમતગમત ક્ષેત્રે તથા મેડિકલ ક્ષેત્રે  ગૌરવ અપાવનાર વ્યક્તિઓ એ ખાસ હાજર  રહી કાર્યક્રમ ને દીપાવ્યો અને પ્રોત્સાહન પમાડ્યું તે સર્વ નું સન્માન કરવામાં માં આવ્યું  તથા સર્વ નો હૃદય ના અંતઃકરણ થી આભાર માનવામાં આવ્યો, આ કાર્યક્રમ માં વડોદરા / નડિયાદ /અમદાવાદ થી પણ  મિત્રો તથા શુભેચ્છકો આવ્યા હતા તથા સાથે સમગ્ર આણંદ શહેર ના ક્રિશ્ચિયન સમાજે ખુબ ઉત્સાહ અને ઉમંગ થી અને મોટી સંખ્યા માં ઈશ્વરપિતા ની સ્તુતિ કરવા ભાગ લીધો હતો. ગરબા મહોત્સવ નું ઉદ્ઘાટન નગર પાલિકા પ્રમુખ રૂપલ બેન પટેલ તથા ડીએસ રેવ. તુલસી સાહેબ તથા બધા આમંત્રતીતો દ્વારા કરવામાં આવ્યું, પ્રાર્થના રેવ.તુલસી સાહેબ એ કરાવી હતી, અન્ય પાળક સાહેબ માં એમરી હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટર મેજર જયંતિ સાહેબ, SBA મેજર એન્ડ્રુઝ ક્રિશ્ચયન, મેજર મહેશ, રેવ. દિલીપ શાહ, બીસીસીઆઈ સિકેક્ટર શ્રી નોએલ રાણા, નવા ચૂંટાયેલા ગ્રામ પંચાયત સભ્ય શ્રીમતી બહેન તથા અન્ય મહેમાનો હાજર હતા. આ કાર્યક્રમ નાં નિર્ણાયક શ્રીમતી રૂપલબેન રાકેશકુમાર અને નડિયાદ નાં જાણીતાં કલાકાર શ્રી મુકેશ કુમાર શાંતિલાલ મેકવાન હતા. કાર્યક્રમ ખુબ સફળ રહ્યો માટે ઇમુ સોલંકી એ ઈશ્વરપિતા નો અને ગ્રુપ ના તમામ મિત્રો ,ડોનર્સ તથા સ્નેહીજનો નો આ કાર્યક્રમ માં સહકાર માટે ખુબ આભાર માન્યો હતો

]]>
https://worddemo.sibmt.edu.in/garba-utsav-2021/feed/ 0
ઓલ ગુજરાત ક્રિકેટ ટુર્નામેન્ટ કઠલાલ 2021 https://worddemo.sibmt.edu.in/kathlal-cricket-2021/ https://worddemo.sibmt.edu.in/kathlal-cricket-2021/#respond Tue, 21 Dec 2021 10:22:34 +0000 https://www.christiantouch.org/?p=360 બ્લેસ ક્રિકેટ ગ્રૂપ દ્વારા કઠલાલ પાસેના ખોખરવાડા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઓલ ગુજરાત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું.જેમાં સમગ્ર ગુજરાતમાંથી 24 ટીમોએ ભાગ લીધો.તારીખ 19/12/2021ના રોજ આ ટૂર્નામેન્ટની ફાઇનલ રાણીપુર ઇલેવન તથા હોલી સ્પિરિટ ઇલેવન,નડીઆદ વચ્ચે રમાઇ હતી. જેમાં હોલી સ્પિરિટ ઇલેવનનો  57 રને વિજય થતાં તેમની ટીમને વિજેતા જાહેર કરીને ટ્રોફી તથા રોકડ ઇનામ કેપ્ટન સ્વપ્નિલ પરમારને આપવામાં આવ્યું હતું. હોલી સ્પિરિટ ઇલેવનના ગંગેશ વાળવીને  મેન ઓફ ધ મેચની ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. ઈનામ વિતરણ કાર્યક્રમમાં કઠલાલ મેથોડિસ્ટ ચર્ચના પાળક સાહેબ રેવ. સાયમન બ્રેનર્ડ સાહેબ, પાસ્ટર વિકાસ ગોહિલ ગુજરાત ના અંડર  ૧૯ના સિલેક્ટર નોએલ રાણા, કપડવંજ મુખ્યાજી ગ્રુપના સુરેશભાઈ રાજગોર તથા જીતુભાઈ, નડિયાદના કેની ભાઈ તથા હેલ્સન ક્રિશ્ચિયન ઉપસ્થિત રહ્યા હતા. આ ટુર્નામેંન્ટ માટે જુદા જુદા સ્પોન્સર્સ દ્વારા આર્થિક મદદ કરવામાં આવી હતી. ટુર્નામેંન્ટને સફળ બનાવવા બ્લેસ ગ્રુપના જુવાનો અજય ચૌહાણ, સ્નેહલ ગોહિલ, રોનક  ગોહિલ, જુલિયસ ગોહિલ દ્વારા ખૂબ  જહેમત ઉઠાવવામાં આવી હતી.

]]>
https://worddemo.sibmt.edu.in/kathlal-cricket-2021/feed/ 0
Niagara Falls https://worddemo.sibmt.edu.in/niagara-falls/ https://worddemo.sibmt.edu.in/niagara-falls/#respond Wed, 01 Sep 2021 07:07:39 +0000 https://www.christiantouch.org/?p=349
નાયગ્રાફોલ બ્રુકલીન થી 413 માઈલ દૂર અને રોડમાર્ગે લગભગ સાત કલાકના અંતરે આવેલો છે .. ઘટાદાર લીલાછમ વૃક્ષો ,પર્વતો કાપીને બનાવેલા સ્વચ્છ અને પહોળા માર્ગો પૂરપાટ વેગે દોડતી કારો વગેરે આ પ્રવાસને વધુ આહલાદક બનાવે છે.. આ ધોધ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને કેનેડા વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા પર સ્થિત છે, કહેવાય છે કે નાયગ્રા શબ્દની ઉત્પત્તિ કોઈ ભારતીય શબ્દ પરથી થયેલ છે.. આ વિસ્તારનું દસ્તાવેજીકરણ કરનાર પ્રથમ યુરોપિયન ફ્રેન્ચ ધર્મગુરુ ફાધર લુઈસ હેનેપિન હતા, 1678 ના તેમના પ્રવાસ દરમિયાન તે નાયગ્રા ધોધ ના કદ અને મહત્વ થી અભિભૂત થઇ ગયા હતા..નાયગ્રા ધોધની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય જૂનથી ઓગસ્ટ છે…વિશ્વના આ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ ને જોવા દુનિયાભરના લોકો ઉમટી પડે છે પણ ભારતીય અને ખાસ કરીને ગુજરાતીઓ ની તાદાદ અથવા બહુતાયત સ્પષ્ટ પણે નજર પડે છે. ઊંચાઈએથી પડતી વિશાળ અફાટ જળરાશિ મંત્રમુગ્ધ કરે છે, આટલા વિશાળ જથ્થામાં વર્ષોથી કાચ જેવું સ્વચ્છ પાણી ક્યાંથી આવતું હશે અને ક્યાં જતું હશે એ કલ્પના માત્રથી ઈશ્વરની અનુભૂતિ થયા વગર રહેતી નથી.. આ પાણીને સ્પર્શ કરવાનો રોમાંચ પ્રાપ્ત કરવાનો આનંદ અનેરો હતો.. ધોધમાંથી નીકળતાં ઝાકળ અને પવનો આ વિસ્તારને ઠંડકનો અનુભવ કરાવે છે. જોકે નાયગ્રા ધોધ એ વિશ્વનો સૌથી ઊંચો ધોધ નથી ,પણ પાણી પડવાની દ્રષ્ટિએ નાયગ્રા ફોલ એ બધા ધોધ થી જુદો પડે છે, નાયગ્રા ધોધ ને વધુ પ્રભાવશાળી અને આકર્ષક બનાવે છે. તે તેની ઉપરથી વહેતા પાણીનું પ્રમાણ છે … નાયગ્રા ધોધ ઉપર દર સેકન્ડે 3160 Tons પાણી વહે છે.. આશ્ચર્યની વાત તો એ છે કે આટલા વિશાળ જથ્થામાં ખૂબ ઊંચેથી પડતા એ ધોધનો પ્રચંડ અવાજ સહેજ પણ કકઁશ નથી લાગતો .. એવું લાગે છે કે હજારો સંગીતકારો કોઈ સંગીતની સૂરાવલિઓ છેડી રહ્યા હોય..
કેનેડિયન બાજુ એ છે જ્યાં તમને અમેરિકન ધોધ અને શક્તિશાળી હોર્સશુ ધોધ બંનેનો ભવ્ય પેનોરમા મળે છે. તે ચોક્કસપણે નાયગ્રા ધોધની વધુ મોહક બાજુ છે. તમે અમેરિકન અને બ્રાઇડલ વેઇલ ધોધ સુધી પહોંચી શકતા નથી,પણ તમે હોર્સ શૂ ધોધની ધાર સુધી પહોંચી શકો છો.સાંજે તીવ્ર સ્પોટલાઇટ્સના વિવિધ રંગોના કારણે ધોધ જાણે વિવિધ રંગોમા સ્નાન કરતુ હોય તેમ પ્રતીતિ થાય છે . અમેરિકા અને કેનેડાને જોડતા ઐતિહાસિક બ્રિજ પર ચાલતા જાણે હું પણ ઇતિહાસનો એક ભાગ બની ગયો તેવી પ્રતિતિ થઇ..નાયગ્રા ધોધ, નાયગરા નદીના કાંઠે ઉદ્યાનો, સ્થળો અને આકર્ષણોનો સંગ્રહ છે. “ફોલ્સ ટુ ફોર્ટ” પ્રદેશ, વિવિધ હેરિટેજ પર્યટન પ્રવૃત્તિઓ, રેસ્ટોરન્ટ્સ, ડાઉનટાઉન પર્યટન વિસ્તાર અને બોટિંગ, માછીમારી અને હાઇકિંગ સહિત વિવિધ આઉટડોર પ્રવૃત્તિઓ થાય છે…. રોબર્ટ મોસેસ નાયગ્રા પાવર પ્લાન્ટ અને લેવિસ્ટન પંપ જનરેટિંગ પ્લાન્ટ, સંયુક્ત 25 ટર્બાઇન સાથે 2.6 મિલિયન કિલોવોટ .ઊર્જા ઉત્પન્ન કરે છે…હાઇડ્રોઇલેક્ટ્રિક પાવરના ઉત્પ્રેરક તરીકે નાયગ્રા નિર્ણાયક મહત્વ ધરાવે છે. અમેરિકામાં ભાવિ પેઢીને પ્રેરણા પ્રાપ્ત થાય તે માટે વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપનાર તથા દેશના વિકાસમાં ફાળો આપનાર મહાનુભાવની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે.. તે જ રીતે નાયગ્રા ધોધ સ્ટેટ પાર્કમાં પ્રથમ હાઇડ્રો-ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટની રચના કરનાર નિકોલા ટેસ્લાની ખૂબ ઊંચા કદની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે ..વિશ્વના તાજા પાણીના 20% નું પ્રતિનિધિત્વ કરતા, નાયગ્રાનું મહત્વ “સમગ્ર ખંડ માટે ચાવીરૂપ” છે.આ શહેર નાયગ્રા ધોધ સ્ટેટ પાર્કનું ઘર છે . આ પાર્કમાં અનેક આકર્ષણો છે, જેમાં બ્રાઇડલ વેઇલ ફs લ્સ પાછળ પવનની ગુફા , મેઇડ ઓફ ધ મિસ્ટ , રેઈન્બો બ્રિજના તળે ચાલતી લોકપ્રિય બોટ ટૂર , પ્રોસ્પેક્ટ પોઈન્ટ અને તેના નિરીક્ષણ ટાવર , નાયગ્રા ડિસ્કવરી સેન્ટર, નાયગ્રા ધોધ ભૂગર્ભ રેલરોડ હેરિટેજ સેન્ટર , અને નાયગ્રાનું એક્વેરિયમ . નાયગ્રા કેસિનો એન્ડ હોટેલ અને પાઇન એવન્યુનો સમાવેશ થાય છે..નાયગ્રા ધોધ સ્ટેટ પાર્ક અમેરિકાનો સૌથી જૂનો “સ્ટેટ પાર્ક” છે, જેની સ્થાપના 1885 માં નાયગ્રા રિઝર્વેશન તરીકે કરવામાં આવી હતી.નાયગ્રા ધોધ સ્ટેટ પાર્કની રચના” ફ્રેડરિક લો ઓલમસ્ટેડ “દ્વારા કરવામાં આવી હતી; તેમણે ન્યુ યોર્ક સિટીના પ્રખ્યાત “સેન્ટ્રલ પાર્ક”ની ડિઝાઇન પણ કરી હતી.. ” ધ મેઇડ ઓફ ધ મિસ્ટ” એ ન્યુ યોર્કના નાયગ્રા ધોધની યુએસ બાજુની બોટ ટૂર છે. આ પ્રવાસ લગભગ ૨૦ મીનીટનો હોય છે આ બોટ મુસાફરોને છે ધોધની નજીક લઈ જાય છે ધોધમાંથી ઉછળતા પાણીથી લોકો તન અને મનથી ભીંજાય જાય છે છે આ સવારી વગર નાયગ્રા ધોધ ની સફર પૂર્ણ થતી નથી..બોટ નાયગ્રા રિઝર્વેશન સ્ટેટ પાર્કથી રેઈન્બો બ્રિજ પાસેના પ્રોસ્પેક્ટ પોઈન્ટ પર પ્રસ્થાન કરે છે, અને તેના મુસાફરોને અમેરિકન અને બ્રાઈડલ વીલ ધોધની પાછળ લઈ જાય છે, પછી” હોર્સશૂ ધોધ “(કેનેડિયન ધોધ) ના વળાંકની અંદર જાય છે.
નાયગ્રા ધોધ અવિશ્વસનીય છે ..વિશ્વની સૌથી સુંદર કુદરતી અજાયબી છે.. સર્જકની શક્તિ ની ભવ્યતા નિહાળતા હૃદય અને મન પુલકિત થઈ ગયું, જીવનભર નાયગરા ધોધની પ્રથમ મુલાકાત સ્મરણસંદૂકમાં સચવાયેલી રહેશે તે ચોક્કસ છે
Niagraphol is located 413 miles from Brooklyn and about seven hours along the roadway… Clean and wide roads made by cutting mountains, flooding speed running cars etc make this journey more enjoyable… This falls United States of America And located on the international border between Canada, the word Niagara is said to have originated from an Indian word… The first European French religious teacher to document the area was Father Louis Hennepin, the size of the Niagara Falls during his tour in 1678 and Were impressed with importance.. The best time to visit Niagara Falls is June to August… People around the world are eager to see this famous tourist destination of the world but the dignity or majority of Indians and especially Gujaratis are clearly seen. The vast vast aquarium falling from the height is mesmerizing, in such vast quantities where glass-like water would come from for years and where it would go, the imagination does not remain without realizing God.. The thrill of touching this water was a lot of joy.. From the waterfalls The dew and winds coming out make the area feel cooler. Although Niagara Falls is not the world’s tallest waterfall, Niagara Falls is different from all waterfalls, making Niagara Falls more impressive and attractive. That’s the amount of water flowing over it… Niagara Falls flows 3160 tonnes of water every second.. Surprisingly, the loud sound of the waterfall falling from so high in such huge quantities doesn’t seem to be a bit of a bit of a bit of a bit of a bit of a bit of a bit of a bit of a bit of a bit of a bit of waterfall.. Seems like thousands of musicians are screwing up some musical tunes..
The Canadian side is where you find the magnificent panorama of both American waterfalls and the powerful horseshoe waterfalls. It’s definitely the more charming side of Niagara Falls. You can’t reach American and Bridal Vail Falls, but you can reach the edge of Horse Shoe Falls. Due to the various colors of intense spotlights in the evening, the waterfall is symbolized as bathing in different colors. Walking on the historic bridge connecting America and Canada, I felt like I too became a part of history.. Niagara Falls, along the Niagara River is a collection of parks, places and attractions. ′′ Falls to Fort ′′ region, various heritage tourist activities, restaurants, downtown tourist area and various outdoor activities including boating, fishing and hiking…. Robert Moses Niagara Power Plant and Lewiston Pump Generating Plant, combined 25 with turbines 2.6 A million kw. Generates energy… Niagara has crucial importance as a catalyst of hydroelectric power. A statue of dignity contributing in various fields and contributing to the development of the country is installed in order to inspire future generations in America.. Similarly, a very tall statue of Nikola Tesla, who created the first hydro-electric power plant in Niagara Falls State Park, was installed Is.. Representing 20 % of the world’s fresh water, Niagara’s importance is ′′ key to the entire continent.. This city is home to Niagara Falls State Park. The park has many attractions, including a wind cave behind Bridal Vail Fs, Maid of the Mist, a popular boat tour running under the Rainbow Bridge, Prospect Point and its observation tower, Niagara Discovery Center, Niagara Falls Underground Railroad Heritage Center, and Niagara’s Aquarium .. Includes Niagara Casino & Hotel and Pine Avenue… Niagara Falls State Park is America’s oldest ′′ state park.. founded as a Niagara Reservation in 1885 Niagara Falls State Park was designed by ′′ Frederick Law Olmstead.. He also designed New York City’s famous ′′ Central Park.. ′′ The Maid of the Mist ′′ is a US side boat tour of Niagara Falls in New York. The tour is about 20 minutes this boat takes passengers closer to the waterfalls people get wet with body and mind with the water rising from the waterfalls without this ride Niagara Falls journey is not complete.. Boat Niagara Reservation State Park near Rainbow Bridge Prospect departs at Point, and takes its passengers behind American and Bridalville Falls, then goes inside the curve of ′′ Horseshoe Falls ′′ (Canadian Falls).
Niagara Falls is unbelievable.. The world’s most beautiful natural wonder.. Heart and mind blown to see the magnificence of the creator’s power, the first visit to Niagara Falls for a lifetime will be preserved in a souvenir
]]>
https://worddemo.sibmt.edu.in/niagara-falls/feed/ 0
શિક્ષક દંપતીએ સ્ટાફની મદદથી અનાજ કરીયાણાની કીટ વિતરણ કરી શિક્ષકદિન મનાવ્યો https://worddemo.sibmt.edu.in/%e0%aa%b6%e0%aa%bf%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%95-%e0%aa%a6%e0%aa%82%e0%aa%aa%e0%aa%a4%e0%ab%80%e0%aa%8f-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f%e0%aa%be%e0%aa%ab%e0%aa%a8%e0%ab%80-%e0%aa%ae%e0%aa%a6/ https://worddemo.sibmt.edu.in/%e0%aa%b6%e0%aa%bf%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%95-%e0%aa%a6%e0%aa%82%e0%aa%aa%e0%aa%a4%e0%ab%80%e0%aa%8f-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f%e0%aa%be%e0%aa%ab%e0%aa%a8%e0%ab%80-%e0%aa%ae%e0%aa%a6/#respond Mon, 07 Sep 2020 07:16:11 +0000 https://www.christiantouch.org/?p=337 કોરોના ના સમયમાં આપણા શિક્ષક દંપતીએ સ્ટાફની મદદથી જરૂરિયાત મંદ લોકો ને અનાજ કરીયાણાની કીટ વિતરણ કરી શિક્ષકદિન મનાવ્યો.

આણંદમાં આવેલ The Salvation Army William Booth Memorial High School ના આચાર્ય રાકેશ ભાઈ પરમાર અને તેમના શિક્ષિકા પત્ની કે જેવો નાવલી કન્યાશાળામાં ફરજ બજાવે છે એવા રૂપલબેન પરમાર તેમજ શાળાના અન્ય શિક્ષકોએ મળીને કોરોના જેવી મહામારીમાં મા પોતાની સમાજ પ્રત્યેની જવાબદારી સમજી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને મજૂરીકામ કરતાં પરિવારોની પડખે ઉભા રહી પાંચ હજારથી વધુ રાસન કીટ પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરેલ છે.

આ સાથે શાળાના બાળકોનું હેલ્થ ચેકઅપ અને માસ્ક વિતરણ પણ કરવામાં આવ્યા.
]]>
https://worddemo.sibmt.edu.in/%e0%aa%b6%e0%aa%bf%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%95-%e0%aa%a6%e0%aa%82%e0%aa%aa%e0%aa%a4%e0%ab%80%e0%aa%8f-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f%e0%aa%be%e0%aa%ab%e0%aa%a8%e0%ab%80-%e0%aa%ae%e0%aa%a6/feed/ 0
નોએલ રાણા BSNL સ્પોર્ટ્સ પર્સન ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત https://worddemo.sibmt.edu.in/%e0%aa%a8%e0%ab%8b%e0%aa%8f%e0%aa%b2-%e0%aa%b0%e0%aa%be%e0%aa%a3%e0%aa%be-bsnl-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%aa%e0%ab%8b%e0%aa%b0%e0%ab%8d%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b8-%e0%aa%aa%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b8/ https://worddemo.sibmt.edu.in/%e0%aa%a8%e0%ab%8b%e0%aa%8f%e0%aa%b2-%e0%aa%b0%e0%aa%be%e0%aa%a3%e0%aa%be-bsnl-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%aa%e0%ab%8b%e0%aa%b0%e0%ab%8d%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b8-%e0%aa%aa%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b8/#respond Mon, 17 Aug 2020 10:50:55 +0000 https://www.christiantouch.org/?p=341 અમદાવાદ બી.એસ.એન.એલ સર્કલ ઓફિસ ખાતે ખેલકૂદ અને સાંસ્કૃતિ બોર્ડ અમદાવાદ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં નોએલ રાણાને ગોવા ખાતે યોજાયેલી ઓલ ઇન્ડિયા પબ્લિક સેક્ટર ક્રિકેટ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરવા બદલ સીજીએમ આર.કે ચૌહાણ દ્વારા સ્પોર્ટ્સ પર્સન ઓફ ધ યર એવોર્ડ આપવામાં આવ્યો હતો

]]>
https://worddemo.sibmt.edu.in/%e0%aa%a8%e0%ab%8b%e0%aa%8f%e0%aa%b2-%e0%aa%b0%e0%aa%be%e0%aa%a3%e0%aa%be-bsnl-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%aa%e0%ab%8b%e0%aa%b0%e0%ab%8d%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b8-%e0%aa%aa%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b8/feed/ 0
નવીન સવાર https://worddemo.sibmt.edu.in/%e0%aa%a8%e0%aa%b5%e0%ab%80%e0%aa%a8-%e0%aa%b8%e0%aa%b5%e0%aa%be%e0%aa%b0/ https://worddemo.sibmt.edu.in/%e0%aa%a8%e0%aa%b5%e0%ab%80%e0%aa%a8-%e0%aa%b8%e0%aa%b5%e0%aa%be%e0%aa%b0/#respond Sat, 23 May 2020 04:42:30 +0000 https://www.christiantouch.org/?p=324 ઉગશે જરુર એક નવી પ્રભા
હશે અતિ નિરાળી એની આભા
લૂંટાઈ હતી જે સડકોની શોભા
ત્યાં ભરાશે હવે મોટર કેરી સભા
આજે પડી રહ્યા છે નિત જે છોભા
કાલે જરૂર થાશે નિજ બળે ઉભા
ઘરમાં રહીને સૌ પોકારી ગયા તોબા
હવે જોવા પામશુ બજારની શોભા
દિન રાત કીધી છે લોક તણી સેવા
હોજો વંદન રણબંકાઓને એવા
સૂના પડ્યા જે બાગ બગીચાને શાળા
દોડા દોડી કરશે ત્યાં બાળ રુપાળા
માની સરકારનુ રે’જો દૂર દૂર ઉભા
ચહેરાને ઢાંકજો જાળવવા સૌ આભા
સુંદર હશે નવીન એક એવી રે પ્રભા

 

]]>
https://worddemo.sibmt.edu.in/%e0%aa%a8%e0%aa%b5%e0%ab%80%e0%aa%a8-%e0%aa%b8%e0%aa%b5%e0%aa%be%e0%aa%b0/feed/ 0
મેથોડિસ્ટ ચર્ચ કઠલાલ દ્વારા આજે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ https://worddemo.sibmt.edu.in/%e0%aa%ae%e0%ab%87%e0%aa%a5%e0%ab%8b%e0%aa%a1%e0%aa%bf%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f-%e0%aa%9a%e0%aa%b0%e0%ab%8d%e0%aa%9a-%e0%aa%95%e0%aa%a0%e0%aa%b2%e0%aa%be%e0%aa%b2-%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b5/ https://worddemo.sibmt.edu.in/%e0%aa%ae%e0%ab%87%e0%aa%a5%e0%ab%8b%e0%aa%a1%e0%aa%bf%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f-%e0%aa%9a%e0%aa%b0%e0%ab%8d%e0%aa%9a-%e0%aa%95%e0%aa%a0%e0%aa%b2%e0%aa%be%e0%aa%b2-%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b5/#respond Tue, 19 May 2020 05:32:24 +0000 https://www.christiantouch.org/?p=315 મેથોડિસ્ટ ચર્ચ કઠલાલ દ્વારા આજે ત્રીજી વખત આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યુ.. કઠલાલમાં વસતા ખ્રિસ્તી પરિવારોને,નગરમાં ફરજ બજાવતા પોલીસ જવાન,હોમગાર્ડસને, સરકારી હોસ્પિટલના કર્મચારીઓ તથા બેંકના કર્મચારીઓને ઉકાળો આપવામાં આવ્યો….

]]>
https://worddemo.sibmt.edu.in/%e0%aa%ae%e0%ab%87%e0%aa%a5%e0%ab%8b%e0%aa%a1%e0%aa%bf%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f-%e0%aa%9a%e0%aa%b0%e0%ab%8d%e0%aa%9a-%e0%aa%95%e0%aa%a0%e0%aa%b2%e0%aa%be%e0%aa%b2-%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b5/feed/ 0
કઠલાલ મેથોડિસ્ટ ચર્ચ દ્વારા કીટ વિતરણ https://worddemo.sibmt.edu.in/%e0%aa%95%e0%aa%a0%e0%aa%b2%e0%aa%be%e0%aa%b2-%e0%aa%ae%e0%ab%87%e0%aa%a5%e0%ab%8b%e0%aa%a1%e0%aa%bf%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f-%e0%aa%9a%e0%aa%b0%e0%ab%8d%e0%aa%9a/ https://worddemo.sibmt.edu.in/%e0%aa%95%e0%aa%a0%e0%aa%b2%e0%aa%be%e0%aa%b2-%e0%aa%ae%e0%ab%87%e0%aa%a5%e0%ab%8b%e0%aa%a1%e0%aa%bf%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f-%e0%aa%9a%e0%aa%b0%e0%ab%8d%e0%aa%9a/#respond Fri, 01 May 2020 04:07:48 +0000 https://www.christiantouch.org/?p=304 મેથોડિસ્ટ ચર્ચ કઠલાલ દ્વારા હાલની પરિસ્થિતિમાં જરુરીયાતમંદ 50 કુટુંબોને કીટ આપવામાં આવી…..

]]>
https://worddemo.sibmt.edu.in/%e0%aa%95%e0%aa%a0%e0%aa%b2%e0%aa%be%e0%aa%b2-%e0%aa%ae%e0%ab%87%e0%aa%a5%e0%ab%8b%e0%aa%a1%e0%aa%bf%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f-%e0%aa%9a%e0%aa%b0%e0%ab%8d%e0%aa%9a/feed/ 0
Passion week Speakers for the year 2019 https://worddemo.sibmt.edu.in/passion-week-speakers-for-the-year-2019/ https://worddemo.sibmt.edu.in/passion-week-speakers-for-the-year-2019/#respond Tue, 02 Apr 2019 12:54:43 +0000 https://www.christiantouch.org/?p=265 REV.STANELY JONES A’BAD : RAIKHAD AREA REV.JHON MONIJ A’BAD : SARASPUR AREA REV.SIJU MATHEWS A’BAD: MANINAGAR AREA REV.ASHISH RATHOD A’BAD: NEW MANINAGAR REV.DR.WILSON PALLORY A’BAD: C.T.M.AREA REV.DR.NEWTON PARMAR, GEN.SECY,MCI A’BAD: ODHAV AREA REV.DR.YAKUB MACWAN, TREASURER,GUJ.CONF. A’BAD : SABARMATI MAJOR ANDREWS CHRISTIAN A’BAD : GANDHINAGAR MR.JOEL CHRISTIAN RANIPUR CNI RT.REV.SILVANCE CHRISTIE,BISHOP CNI GUJ DIO ANKLESHWAR CNI SHRI VASANT J .PATEL, SECRETARY, CNI GUJ DIO VATARIA CNI SHRI JOSEPH C.CARPENTER, TREASURER, CNI GUJ DIO JITALI CNI REV.MANHAR GAMETI BHARUCH CNI REV.SANJAY MALAVIA, PRINCIPAL, GUST ZAGADIA CNI REV.THAKORE BHAGAT JAMOLI CNI SMT. RENUKABEN RAJESH CHRISTIAN AMLETHA-TAROPA SHRI MAHESHBHAI CHRISTIAN RAJKOT MORTALAV CNI REV.RAJESH CHRISTIAN UMALLA CNI REV.ASHISH AMIN NETRANG CNI SHRI TRUSHAR SOLANKI VALI CNI REV.GERSHOM CHRISTIAN, BHOPAL DIO. MANDALA CNI SHRI NAVINBHAI KHRISTI, SLC BHARUCH KAMBODIA CNI SHRI BRAILBHAI, BHARUCH VAGALKHOD CNI REV. RAMESH MACHHAR GANGAPUR CNI SHRI RAJESH CHRISTIAN GARDA CNI DR.SAMUEL CHAUHAN. BSI GUJ THUTI DEVALPADA MR.RANISON R.KALYANI JALALPORE CNI REV.DR.JOHNSON SUNDERRAJ,PRINCIPAL,ALHABAD B.S. VALSAD CNI MR.SUDHIR SIONI,STATE SECRETARY, UESI GUJ VYARA CNI MR. MEHUL CHRISTIAN AGASWAN CNI MR.SAMUEL CHRISTIAN, VYARA BORDA PASTORATE CNI REV.DR.CHANDRAKANT PATHIK BHILODA CNI DR.SURESH CHRISTIE LUSADIA CNI REV.SURESH CHRISTIAN BILADIA CNI REV.HEMANT ROY HIMATNAGAR CNI REV.DEVANSHU OZA BHAVNAGAR CNI MR.ANIL CHRISTIAN SONGADH CNI MR.MASUK CHAUHAN PIPALWADA CNI DR.MANUBHAI MALAVIA BORSAD CNI REV.PRADEEP AHALIA ANAND (COMBINED) REV.SAMSON CHRISTIAN GLESPIPUR CNI MR.ANIL CHRISTIAN BROOK-HILL CNI MR. PAUL L.CHRISTIAN,CHAIRMAN,UESI GUJ DAHOD SALVATION ARMY MR.JACOB CHRISTIAN, AMBASSADOR FOR CHRIST BADRINATH (UTRAKHAND) REV.PHILIP MACWAN AKLACHA METH.CHURCH MR. ARPIT DESAI, UBS PUNE GRANT ROAD, CNI, BOMBAY MR.ALOK SINHA, NEW DELHI PBC, BRAMPTON,CANADA REV. RAJESH MACWAN (vishwa-vani) 56TH STREET, BROOKLYN,USA MR.HIREN RANA, DIRECTOR, ETHNE MINISTRY CHURCH OF INDIA,CA, USA REV.SATISH RATHOD, DIRECTOR ,CRY MINISTRY CHICAGO, USA MR.MADHUBHI CHRISTIAN, JIVAN SANDESH MIN. PHILADELPHIA GUJ CHURCH,US REV.SUNIL KOLHAR,DIRECTOR,CITY IGHT MINISTRY CEN.METH.CHURCH, NADIAD REV.DR.NAVIN RAO, PRINCIPAL, JABALPUR L.T.C. ELIM METH.CHURCH, NADIAD REV.KRUPANANDAM BARODA, FATEHGUNJ AREA MISS.PRIYADARSHINI PALMER (ADVOCATE) TOWN CORPS, S.A.,NADIAD MR.PRAKASH PATEL GANDHIDHAM CNI MR.SAMUEL M.DAS KALOL METH.CHURCH MR.JAYPRAKASH MACWAN (S.U.) KHERGAON CNI MR.SHANTILAL KATHLAL METH.CHURCH DR.SOLOMON PARMAR(USA) GODHRA METH.CHURCH MRS.MANORAMA C.PATHIK CLOPSEPUR CNI MR SULAY BARAIYA NADIAD CNI

 

LIST PREPARED BY : REV.C.D.PATHIK

MOB:9426155938
E-MAIL : cdpathik@gmail.com

 

]]>
https://worddemo.sibmt.edu.in/passion-week-speakers-for-the-year-2019/feed/ 0