Nature | Christian Touch https://worddemo.sibmt.edu.in Read, Write and Discuss… Wed, 01 Sep 2021 07:07:39 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.4 https://worddemo.sibmt.edu.in/wp-content/uploads/2019/01/cropped-ct_favicon-32x32.png Nature | Christian Touch https://worddemo.sibmt.edu.in 32 32 Niagara Falls https://worddemo.sibmt.edu.in/niagara-falls/ https://worddemo.sibmt.edu.in/niagara-falls/#respond Wed, 01 Sep 2021 07:07:39 +0000 https://www.christiantouch.org/?p=349
નાયગ્રાફોલ બ્રુકલીન થી 413 માઈલ દૂર અને રોડમાર્ગે લગભગ સાત કલાકના અંતરે આવેલો છે .. ઘટાદાર લીલાછમ વૃક્ષો ,પર્વતો કાપીને બનાવેલા સ્વચ્છ અને પહોળા માર્ગો પૂરપાટ વેગે દોડતી કારો વગેરે આ પ્રવાસને વધુ આહલાદક બનાવે છે.. આ ધોધ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને કેનેડા વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા પર સ્થિત છે, કહેવાય છે કે નાયગ્રા શબ્દની ઉત્પત્તિ કોઈ ભારતીય શબ્દ પરથી થયેલ છે.. આ વિસ્તારનું દસ્તાવેજીકરણ કરનાર પ્રથમ યુરોપિયન ફ્રેન્ચ ધર્મગુરુ ફાધર લુઈસ હેનેપિન હતા, 1678 ના તેમના પ્રવાસ દરમિયાન તે નાયગ્રા ધોધ ના કદ અને મહત્વ થી અભિભૂત થઇ ગયા હતા..નાયગ્રા ધોધની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય જૂનથી ઓગસ્ટ છે…વિશ્વના આ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ ને જોવા દુનિયાભરના લોકો ઉમટી પડે છે પણ ભારતીય અને ખાસ કરીને ગુજરાતીઓ ની તાદાદ અથવા બહુતાયત સ્પષ્ટ પણે નજર પડે છે. ઊંચાઈએથી પડતી વિશાળ અફાટ જળરાશિ મંત્રમુગ્ધ કરે છે, આટલા વિશાળ જથ્થામાં વર્ષોથી કાચ જેવું સ્વચ્છ પાણી ક્યાંથી આવતું હશે અને ક્યાં જતું હશે એ કલ્પના માત્રથી ઈશ્વરની અનુભૂતિ થયા વગર રહેતી નથી.. આ પાણીને સ્પર્શ કરવાનો રોમાંચ પ્રાપ્ત કરવાનો આનંદ અનેરો હતો.. ધોધમાંથી નીકળતાં ઝાકળ અને પવનો આ વિસ્તારને ઠંડકનો અનુભવ કરાવે છે. જોકે નાયગ્રા ધોધ એ વિશ્વનો સૌથી ઊંચો ધોધ નથી ,પણ પાણી પડવાની દ્રષ્ટિએ નાયગ્રા ફોલ એ બધા ધોધ થી જુદો પડે છે, નાયગ્રા ધોધ ને વધુ પ્રભાવશાળી અને આકર્ષક બનાવે છે. તે તેની ઉપરથી વહેતા પાણીનું પ્રમાણ છે … નાયગ્રા ધોધ ઉપર દર સેકન્ડે 3160 Tons પાણી વહે છે.. આશ્ચર્યની વાત તો એ છે કે આટલા વિશાળ જથ્થામાં ખૂબ ઊંચેથી પડતા એ ધોધનો પ્રચંડ અવાજ સહેજ પણ કકઁશ નથી લાગતો .. એવું લાગે છે કે હજારો સંગીતકારો કોઈ સંગીતની સૂરાવલિઓ છેડી રહ્યા હોય..
કેનેડિયન બાજુ એ છે જ્યાં તમને અમેરિકન ધોધ અને શક્તિશાળી હોર્સશુ ધોધ બંનેનો ભવ્ય પેનોરમા મળે છે. તે ચોક્કસપણે નાયગ્રા ધોધની વધુ મોહક બાજુ છે. તમે અમેરિકન અને બ્રાઇડલ વેઇલ ધોધ સુધી પહોંચી શકતા નથી,પણ તમે હોર્સ શૂ ધોધની ધાર સુધી પહોંચી શકો છો.સાંજે તીવ્ર સ્પોટલાઇટ્સના વિવિધ રંગોના કારણે ધોધ જાણે વિવિધ રંગોમા સ્નાન કરતુ હોય તેમ પ્રતીતિ થાય છે . અમેરિકા અને કેનેડાને જોડતા ઐતિહાસિક બ્રિજ પર ચાલતા જાણે હું પણ ઇતિહાસનો એક ભાગ બની ગયો તેવી પ્રતિતિ થઇ..નાયગ્રા ધોધ, નાયગરા નદીના કાંઠે ઉદ્યાનો, સ્થળો અને આકર્ષણોનો સંગ્રહ છે. “ફોલ્સ ટુ ફોર્ટ” પ્રદેશ, વિવિધ હેરિટેજ પર્યટન પ્રવૃત્તિઓ, રેસ્ટોરન્ટ્સ, ડાઉનટાઉન પર્યટન વિસ્તાર અને બોટિંગ, માછીમારી અને હાઇકિંગ સહિત વિવિધ આઉટડોર પ્રવૃત્તિઓ થાય છે…. રોબર્ટ મોસેસ નાયગ્રા પાવર પ્લાન્ટ અને લેવિસ્ટન પંપ જનરેટિંગ પ્લાન્ટ, સંયુક્ત 25 ટર્બાઇન સાથે 2.6 મિલિયન કિલોવોટ .ઊર્જા ઉત્પન્ન કરે છે…હાઇડ્રોઇલેક્ટ્રિક પાવરના ઉત્પ્રેરક તરીકે નાયગ્રા નિર્ણાયક મહત્વ ધરાવે છે. અમેરિકામાં ભાવિ પેઢીને પ્રેરણા પ્રાપ્ત થાય તે માટે વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપનાર તથા દેશના વિકાસમાં ફાળો આપનાર મહાનુભાવની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે.. તે જ રીતે નાયગ્રા ધોધ સ્ટેટ પાર્કમાં પ્રથમ હાઇડ્રો-ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટની રચના કરનાર નિકોલા ટેસ્લાની ખૂબ ઊંચા કદની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે ..વિશ્વના તાજા પાણીના 20% નું પ્રતિનિધિત્વ કરતા, નાયગ્રાનું મહત્વ “સમગ્ર ખંડ માટે ચાવીરૂપ” છે.આ શહેર નાયગ્રા ધોધ સ્ટેટ પાર્કનું ઘર છે . આ પાર્કમાં અનેક આકર્ષણો છે, જેમાં બ્રાઇડલ વેઇલ ફs લ્સ પાછળ પવનની ગુફા , મેઇડ ઓફ ધ મિસ્ટ , રેઈન્બો બ્રિજના તળે ચાલતી લોકપ્રિય બોટ ટૂર , પ્રોસ્પેક્ટ પોઈન્ટ અને તેના નિરીક્ષણ ટાવર , નાયગ્રા ડિસ્કવરી સેન્ટર, નાયગ્રા ધોધ ભૂગર્ભ રેલરોડ હેરિટેજ સેન્ટર , અને નાયગ્રાનું એક્વેરિયમ . નાયગ્રા કેસિનો એન્ડ હોટેલ અને પાઇન એવન્યુનો સમાવેશ થાય છે..નાયગ્રા ધોધ સ્ટેટ પાર્ક અમેરિકાનો સૌથી જૂનો “સ્ટેટ પાર્ક” છે, જેની સ્થાપના 1885 માં નાયગ્રા રિઝર્વેશન તરીકે કરવામાં આવી હતી.નાયગ્રા ધોધ સ્ટેટ પાર્કની રચના” ફ્રેડરિક લો ઓલમસ્ટેડ “દ્વારા કરવામાં આવી હતી; તેમણે ન્યુ યોર્ક સિટીના પ્રખ્યાત “સેન્ટ્રલ પાર્ક”ની ડિઝાઇન પણ કરી હતી.. ” ધ મેઇડ ઓફ ધ મિસ્ટ” એ ન્યુ યોર્કના નાયગ્રા ધોધની યુએસ બાજુની બોટ ટૂર છે. આ પ્રવાસ લગભગ ૨૦ મીનીટનો હોય છે આ બોટ મુસાફરોને છે ધોધની નજીક લઈ જાય છે ધોધમાંથી ઉછળતા પાણીથી લોકો તન અને મનથી ભીંજાય જાય છે છે આ સવારી વગર નાયગ્રા ધોધ ની સફર પૂર્ણ થતી નથી..બોટ નાયગ્રા રિઝર્વેશન સ્ટેટ પાર્કથી રેઈન્બો બ્રિજ પાસેના પ્રોસ્પેક્ટ પોઈન્ટ પર પ્રસ્થાન કરે છે, અને તેના મુસાફરોને અમેરિકન અને બ્રાઈડલ વીલ ધોધની પાછળ લઈ જાય છે, પછી” હોર્સશૂ ધોધ “(કેનેડિયન ધોધ) ના વળાંકની અંદર જાય છે.
નાયગ્રા ધોધ અવિશ્વસનીય છે ..વિશ્વની સૌથી સુંદર કુદરતી અજાયબી છે.. સર્જકની શક્તિ ની ભવ્યતા નિહાળતા હૃદય અને મન પુલકિત થઈ ગયું, જીવનભર નાયગરા ધોધની પ્રથમ મુલાકાત સ્મરણસંદૂકમાં સચવાયેલી રહેશે તે ચોક્કસ છે
Niagraphol is located 413 miles from Brooklyn and about seven hours along the roadway… Clean and wide roads made by cutting mountains, flooding speed running cars etc make this journey more enjoyable… This falls United States of America And located on the international border between Canada, the word Niagara is said to have originated from an Indian word… The first European French religious teacher to document the area was Father Louis Hennepin, the size of the Niagara Falls during his tour in 1678 and Were impressed with importance.. The best time to visit Niagara Falls is June to August… People around the world are eager to see this famous tourist destination of the world but the dignity or majority of Indians and especially Gujaratis are clearly seen. The vast vast aquarium falling from the height is mesmerizing, in such vast quantities where glass-like water would come from for years and where it would go, the imagination does not remain without realizing God.. The thrill of touching this water was a lot of joy.. From the waterfalls The dew and winds coming out make the area feel cooler. Although Niagara Falls is not the world’s tallest waterfall, Niagara Falls is different from all waterfalls, making Niagara Falls more impressive and attractive. That’s the amount of water flowing over it… Niagara Falls flows 3160 tonnes of water every second.. Surprisingly, the loud sound of the waterfall falling from so high in such huge quantities doesn’t seem to be a bit of a bit of a bit of a bit of a bit of a bit of a bit of a bit of a bit of a bit of a bit of waterfall.. Seems like thousands of musicians are screwing up some musical tunes..
The Canadian side is where you find the magnificent panorama of both American waterfalls and the powerful horseshoe waterfalls. It’s definitely the more charming side of Niagara Falls. You can’t reach American and Bridal Vail Falls, but you can reach the edge of Horse Shoe Falls. Due to the various colors of intense spotlights in the evening, the waterfall is symbolized as bathing in different colors. Walking on the historic bridge connecting America and Canada, I felt like I too became a part of history.. Niagara Falls, along the Niagara River is a collection of parks, places and attractions. ′′ Falls to Fort ′′ region, various heritage tourist activities, restaurants, downtown tourist area and various outdoor activities including boating, fishing and hiking…. Robert Moses Niagara Power Plant and Lewiston Pump Generating Plant, combined 25 with turbines 2.6 A million kw. Generates energy… Niagara has crucial importance as a catalyst of hydroelectric power. A statue of dignity contributing in various fields and contributing to the development of the country is installed in order to inspire future generations in America.. Similarly, a very tall statue of Nikola Tesla, who created the first hydro-electric power plant in Niagara Falls State Park, was installed Is.. Representing 20 % of the world’s fresh water, Niagara’s importance is ′′ key to the entire continent.. This city is home to Niagara Falls State Park. The park has many attractions, including a wind cave behind Bridal Vail Fs, Maid of the Mist, a popular boat tour running under the Rainbow Bridge, Prospect Point and its observation tower, Niagara Discovery Center, Niagara Falls Underground Railroad Heritage Center, and Niagara’s Aquarium .. Includes Niagara Casino & Hotel and Pine Avenue… Niagara Falls State Park is America’s oldest ′′ state park.. founded as a Niagara Reservation in 1885 Niagara Falls State Park was designed by ′′ Frederick Law Olmstead.. He also designed New York City’s famous ′′ Central Park.. ′′ The Maid of the Mist ′′ is a US side boat tour of Niagara Falls in New York. The tour is about 20 minutes this boat takes passengers closer to the waterfalls people get wet with body and mind with the water rising from the waterfalls without this ride Niagara Falls journey is not complete.. Boat Niagara Reservation State Park near Rainbow Bridge Prospect departs at Point, and takes its passengers behind American and Bridalville Falls, then goes inside the curve of ′′ Horseshoe Falls ′′ (Canadian Falls).
Niagara Falls is unbelievable.. The world’s most beautiful natural wonder.. Heart and mind blown to see the magnificence of the creator’s power, the first visit to Niagara Falls for a lifetime will be preserved in a souvenir
]]>
https://worddemo.sibmt.edu.in/niagara-falls/feed/ 0