ઉગશે જરુર એક નવી પ્રભા
હશે અતિ નિરાળી એની આભા
લૂંટાઈ હતી જે સડકોની શોભા
ત્યાં ભરાશે હવે મોટર કેરી સભા
આજે પડી રહ્યા છે નિત જે છોભા
કાલે જરૂર થાશે નિજ બળે ઉભા
ઘરમાં રહીને સૌ પોકારી ગયા તોબા
હવે જોવા પામશુ બજારની શોભા
દિન રાત કીધી છે લોક તણી સેવા
હોજો વંદન રણબંકાઓને એવા
સૂના પડ્યા જે બાગ બગીચાને શાળા
દોડા દોડી કરશે ત્યાં બાળ રુપાળા
માની સરકારનુ રે’જો દૂર દૂર ઉભા
ચહેરાને ઢાંકજો જાળવવા સૌ આભા
સુંદર હશે નવીન એક એવી રે પ્રભા