જોનાથન એડવર્ડ્સ (૧૭૦૩-૧૭૫૮)
એનફિલ્ડ, કનેકટીકટ
જુલાઈ ૮, ૧૭૪૧
“તેઓનો પગ લપસી જશે તે કાળે, વેર વાળવુાં તથા બદલો લેવો મારુાં છે; કેમ કે તેઓની વવપવિનો ફદવસ પાસે છે, અને તેઓ પર જે આવી પડવાનુાં છે તે જલ્દી આવશે.” (પુનનીયમ ૩૨:૩૫)
આ કલમમાાં બદલો લેનાર દેવની ચેતવણી, દુષ્ટ અને અનાજ્ઞાન્કકત ઇસ્રાએલી લોકને આપવામાાં આવેલી છે, જેઓ દેવના લોક તરીકે ઓળખાતા હતા અને દેવની કૃપામાાં જીવી રહ્યા હતા. પણ કલમ ૨૮ પ્રમાણે, દેવનાાં તેમનાાં હકમાાં થયેલા તમામ આશ્ચયયજનક કામો છતાાં તેઓ સમજણ વગરના થયા હતા. ફળદ્રુપ થવા માટેના તમામ દૈવી પ્રબાંધો ઉપલબ્ધ હોવા છતાાં તેમનામાાં ઝેરી અને નાશકારક ફળો ઉત્પન્ન થયાાં હતાાં જેનો આગળની બે કલમોમાાં ઉલ્લેખ કરવામાાં આવ્યો છે. અહી બે બાબતોનો સ્પષ્ટ નનદેશ જોવા મળે છે, નશક્ષા અને નવનાશ જે આ દુષ્ટ ઇસ્રાએલને માથે ઝળાંબી રહ્યો છે.
૧. પ્રથમ, જેમ કોઈ વ્યક્તત લપસણી જગામાાં ચાલતા સતત મોટા નુકશાન થવાના ભયમાાં હોય છે તેમ તેઓ સતત નવનાશની અણી પર હતા. પગ લપસી જવામાાં જે નુકશાન અને ભય રહેલા છે એ પ્રકારના ભય અને નુકશાનનો અહી નનદેશ છે. એ જ બાબત ગીતશાસ્ત્ર ૭૩:૧૮ માાં પણ નોંધવામાાં આવેલી છે, “ખરેખર તુાં તેઓને લપસણી જગામાાં મુકે છે; તુાં તેઓનો નવનાશ કરે છે.”
૨. બીજી બાબત કે તેઓ અચાનક આવી પડતા નુકશાનના ભયમાાં હતા. લપસણી જગામાાં ચાલનારને એ ક્યારે પડશે એની આગોતરી જાણ હોતી નથી, કોઈપણ પ્રકારની ચેતવણી વગર એ ગમે તે ઘડીએ પડી શકે છે. ગીતશાસ્ત્ર ૭૩:૧૮,૧૯ માાં એ બાબતનો પણ ઉલ્લેખ જોવા મળે છે “…તેઓ એક ક્ષણમાાં કેવા નષ્ટ થાય છે!”
૩. ત્રીજી બાબત કે તેઓ બીજા કોઈને લીધે નહહ પણ પોતાની મેળે જ પડી જવાના કે નવનાશના ભયમાાં હતા. લપસણી જગામાાં ચાલનાર વ્યક્તતને કોઈ પાડે એવી જરૂર હોતી નથી, એના પોતાનાજ વજનથી એ ગમે ત્યારે પડી શકે છે.
૪. ચોથી બાબત, તેઓ હજી સુધી પડયા નથી કારણકે દેવનો ઠરાવેલો સમય હજી સુધી આવ્યો નથી, જયારે એ સમય આવી પહોંચશે ત્યારે તેમનો પગ લપસ્યા વગર રહેશે નહી અને તેમના પોતાના ભારને લીધે જ એમ થશે. આ લપસણી જગામાાં હવે ઈશ્વર વધુ સમય તેમને પકડી રાખશે નહહ, તેમને જવા દેશે, અને એ જ ક્ષણે તેઓ નવનાશમાાં આવી પડશે; જેઓ આવી લપસણી ભૂનમ પર અને મોટા ઊંડાણની ધાર પર ઊભા રહે છે, તેઓ પોતાની રીતે ઊભા રહી શકતા નથી, જયારે તેમને છોડી દેવામાાં આવે છે ત્યારે તેઓ તેમાાં પડે છે અને હાંમેશને માટે નાશ પામે છે.
હવે, આ શબ્દોમાાં જે કેટલીક અગત્યની બાબતો છે તેની પર હુાં ભાર મુકવા માાંગુાં છાં. “એક પાપી ને નકયમાાં પડતા અટકાવવામાાં અથવા નવલાંબ કરવામાાં દેવની ઈચ્છા વગર બીજી કોઈ વાત જવાબદાર નથી.” દેવની ઈચ્છા, હુાં અહી દેવની સનાતન ઈચ્છા નવષે બોલી રહ્યો છાં, તેની ઈચ્છા કે જેની ઉપર કોઈનો બાધ કે અનધકાર નથી કે જે ઈચ્છાને લીધે જ એક પાપીને નવનાશના ખાડામાાં પડતો હજી સુધી બચાવવામાાં આવ્યો છે. નીચેની કેટલીક બાબતો ધ્યાનમાાં લેવાથી આ સત્ય વધુ સ્પષ્ટ રીતે સમજી શકાશે.
૧. કોઈપણ પાપીને નરકમાાં નાખવા પાછળ ઈશ્વરના હ્રદયમાાં કોઈ સત્તાની એષણા રહેલી નથી. જયારે ઈશ્વર ઉઠે છે ત્યારે માણસના હાથનુાં બળ તેની સામે ટકી શકતુાં નથી. સૌથી બળવાન માણસ પાસે પણ ઈશ્વરની સામા થવાની કોઈ તાકાત નથી કે તેના હાથમાાંથી એ પોતાને છોડાવી શકતો નથી. ઈશ્વર પાપીને નરકમાાં નાખવા ના તો કેવળ શક્તતમાન છે, પરાંતુ કોઈપણ પ્રકારની શક્તતના પ્રદશયન વગર બહુ સામાકય રીતે એ કરવાને માટે સમથય છે. જગતના રાજાઓને તેમના દુશ્મન પર જીત મેળવવા માટે પુષ્કળ બળની જરૂર પડે છે, જગગક દુશ્મન પાસે સુરક્ષા માટે મોટા અભેદ્ય એવા હકલ્લાઓમાાં એની પડખે રહીને લડનાર ઘણા લોક હોય છે. પણ ઈશ્વર માટે એવો કોઈ હકલ્લો નથી કે જે તેના સામર્થયયની સામે ટકી શકે. જો અસાંખ્ય લોક હાથમાાં હાથ નમલાવીને ઈશ્વરની સામે ઊભા રહે તો પણ ઈશ્વર તેમને ક્ષણભરમાાં સરળતાથી હતા ન હતા કરી નાખી શકે છે, માણસોનુાં ઈશ્વરની સામા થવુાં એ તો અનત નવકરાળ વાવાઝોડાની સામે એક તણખલા સમાન, અને મહા મોટા અક્નનની સામે એક ઘાસના પત્તા સમાન છે. જેમ જમીન પરના એક કીડાને પગ તળે કચડી નાખવામાાં કે પછી એક તાાંતણાને કાપી કે તોડી નાખવામાાં આપણને કોઈ નવશેષ પ્રયત્ન કરવો પડતો નથી, એમ જ ઈશ્વરને માટે એના શત્રુઓને એક ક્ષણ ભરમાાં નરકમાાં નાાંખી દેવા જરાયે મુશ્કેલ નથી. જેની સમક્ષ પૃર્થવી કાાંપે છે અને મોટી શીલાઓ જમીનદોસ્ત કરાય છે તેની હજૂરમાાં મનુષ્ય કોણ કે તેની સામો થઇ શકે?
૨. તેઓ નરકમાાં નાંખાવાને માટે યોનય છે; દૈવી કયાય એક પાપીને ગમે તે ક્ષણે નરકમાાં નાખવાના ઈશ્વરના સામર્થયયને કદી અટકાવરૂપ થતો નથી. એથી ઉલટુાં, દૈવી કયાય એ પાપીની અનાંતકાગળક નશક્ષાને માટે આવશ્યક અને આગ્રહી છે. એવો દ્રાક્ષવેલો કે જે સદોમ જેવી દ્રાક્ષાઓ ઉપજાવે છે એની સામે દૈવી કયાય પોકારી ઉઠે છે, અને કહે છે “…તેને કાપી નાખ; તે વળી ભોંય કેમ નકામી રોકે છે?” (લુક ૧૩:૭). દૈવી કયાયની તરવાર સતત પાપીના માથા પર ઝળાંબી રહેલી છે, અને ઈશ્વરની અગમ્ય કૃપા અને દયા જ ફતત એને રોકી રાખે છે.
૩. તેઓ પર નરકની નશક્ષા નનનમિત થઇ ચુકી છે. તેઓ ફતત નરકમાાં નાંખાવાને યોનય છે એટલુાં જ નહીં પણ, દૈવી નનયમ કે જે સનાતન અને અનવચળ દેવે તેની અને માણસ જાતની વચ્ચે મુક્યો છે, એ નનયમ તેમને એ નશક્ષાને માટે યોનય ઠરાવે છે અને તેઓ નરકને માટે યોનય ઠરી ચુક્યા છે. “…પણ જે નવશ્વાસ નથી કરતો, તે અપરાધી ઠરી ચુક્યો છે,…” (યોહાન ૩:૧૮). એથી કરીને, દરેક બદલાણ પામ્યા વગરનો માણસ દૈવી કયાયની રુએ નરકને જ યોનય છે, તે જ એની જનયા છે અને ત્યાાંનો જ તે છે, “..તમે નીચેના છો,…” (યોહાન ૮:૨૩) નવનાશની હદશામાાં જ એ જઈ રહ્યો છે; ઈશ્વરના વચન અને દેવનાાં અચગલત કયાનયક નનયમની રુએ એજ જનયા એને માટે યોનય છે.
૪. તેઓ, એટલે કે પાપીઓ, નકય નવષે વણયવવામાાં આવેલ બળતરા અને નવનાશને સારૂ કોપનાાં પાત્રો છે. હજી સુધી તેઓ નરકમાાં પડયા નથી, એટલા માટે નહહ કે દેવ તેમની પર અત્યારે કોપાયમાન નથી. જેઓ નરકમાાં પડી ચુક્યા છે એમના કરતા હજી જેઓને નાાંખવામાાં નથી આવ્યા તેમની પર દેવ ઓછો કોપાયમાન છે એમ નથી. ઉલટુાં, હજી જેઓ પૃર્થવી ઉપર પોતાની દુષ્ટતામાાં ચાલ્યા જાય છે એમની પર દેવ ખુબ કોપાયમાન છે, એમાાં જરાયે શાંકા નથી કે જેઓ અત્યારે અહી બેઠેલા છે તેમાાંના ઘણા પર, કે જેઓ પોતાને સુરગક્ષત અનુભવી રહ્યા છે તેમની પર – નરકમાાં જેઓ પડી ચુક્યા છે એમના કરતાાં દેવ વધતો કોપાયમાન છે. એવુાં નથી કે દેવ તેમની દુષ્ટતા ધ્યાનમાાં રાખતો નથી, અને તેમની પર રાજી છે કે તેમને હજી કાપી નાાંખતો નથી, દેવ તેઓ જેવો એને ધારે છે એવો તેમના જેવો નથી. ઈશ્વરનો કોપ સતત તેમની સામે સળગે છે, તેમનો નવનાશ નવલાંબ કરતો નથી; અક્નન તૈયાર કરવામાાં આવ્યો છે, ભઠ્ઠી તૈયાર થઇ ચુકી છે અને તેઓની રાહ જોઈ રહી છે, ભરખી નાખનાર જ્વાળાઓ આક્રમક બની ચુકી છે. ઝગારા મારતી તરવાર વધુ ધારદાર કરવામાાં આવી ચુકી છે અને તેઓની ઉપર ઝળાંબી રહી છે, નવનાશકારક ખાડાએ પોતાનુાં મોં ઉઘાડ્ુાં છે.
૫. પાપી લોકો પર તેનો હક જતાવવા માટે શેતાન ખડેપગે તૈયાર રહે છે અને દેવ એમ કરવાની એને રજા આપે એની તે આતુરતાથી રાહ જુએ છે. આવા લોકોના પ્રાણ એ શેતાનની માગલકીના છે અને તેના અનધકાર નીચે તેઓ રહે છે. વચન એવા લોકોને શેતાનનો માલ અથવા નમલકત કહે છે, (લુક ૧૧:૨૧). શેતાન એવા લોકોની પર નજર રાખે છે; એ તેમની પર ભુખ્યા નસિંહની જેમ તાકી રહે છે પણ હાલ તેઓને તેનાથી પાછા રાખવામાાં આવ્યા છે. જો દેવ તેનો હાથ આવા લોકો ઉપરથી લઇ લે તો તત્કાળ તેમના પર શેતાન તેનો પાંજો મારીને તેમને વેરનવખેર કરી નાખે. એ ઘરડો સપય તેમની પર તરાપ મારવાને ટાાંપી રહ્યો છે, નરકે એવા લોકોને ગળી જવાને માટે માટે પોતાનુાં મોં પહોળાં કરેલુાં છે, અને જો દેવ તેમને છોડી દે તો ક્ષણભરમાાં તેઓ એ નરકમાાં સ્વાહા થઇ જઈ શકે છે.
૬. આવા દુષ્ટ લોકોમાાં એક એવો અધમ નનયમ રાજ કરે છે, જો અધમતાને દેવ અંકુશમાાં ન રાખે તો નરકની જ્વાળાઓને અધમતાને લીધે વધુ તેજ બને છે. સાાંસાહરક માણસના સ્વભાવમાાં નકાયનનીનો પાયો નાંખાયેલો છે. અધમ નવચારો અને નનયમો તેમનામાાં રાજ કરે છે અને અધમતાએ એમનો ભરડો લીધેલો છે અને એ અધમતા જ નકાયનની માટેનુાં બળતણ છે. આ અધમતા તેમનામાાં કાયયવાંત, બળવાન અને અનતશય લોહહયાળ જાંગ જેવી છે, જો દેવનો બળવાન હાથ તેમને રોકી ના રાખે તો, તેઓ તત્કાલ ફાટી નીકળે, ભરખી લેનાર જ્વાળાઓની માફક એ દુષ્ટતા ફરી વળે, નાશવાંત આત્માઓમાાં અક્નન ફરી વળે, અને તેમનામાાં પોતાનામાાં પાપરૂપી જે અક્નન છે એ બીજાઓને પણ સળગાવી મુકે. દુષ્ટોના આત્માઓને દેવના વચનમાાં “તોફાની સમુદ્ર” ની સાથે સરખાવવામાાં આવ્યા છે. (યશાયાહ ૫૭:૨૦).
દેવ જેમ સમુદ્રના ગનવિષ્ટ મોજાઓને એની હદમાાં રાખે છે અને કહે છે, “…તારે અહી સુધી જ આવવુાં, પણ એથી આગળ વધવુાં નહહ; ….” એમ હાલ દેવ એના મહાન સામર્થયયમાાં તેમની દુષ્ટતાને રોકી રાખે છે, દેવ જો એનો હાથ લઇ લે તો એમની દુષ્ટતા રેલની માફક ફરી વળે. પાપ, માણસ માટે નવનાશ અને સાંતાપરૂપ છે, સ્વભાવથી જ એ નવનાશકારી છે અને જો દેવ એને રોકી ના રાખે તો માણસ માટે એનાથી વધુ મોટો નવનાશ બીજો કોઈ હોઈ શકે નહહ. માણસના હદયયના બગાડ અને દુષ્ટતાની કોઈ હદ નથી; દુષ્ટનુાં જીવન ઈશ્વરે અંકુશમાાં રાખેલા અક્નન જેવુાં છે, જો એને છૂટો મૂકી દેવામાાં આવે તો સમગ્ર સૃન્ષ્ટમાાં દાવાનળ સળગાવી મુકે; અને હદયય એ તો પાપનો ઘડો છે, જો પાપને અંકુશમાાં રાખવામાાં ના આવે તો એ આત્માને ઉકળતા હાાંલ્લાની જેમ, અક્નન અને ગાંધકથી સળગતી ભઠ્ઠી સમાન કરી નાખે.
૭. દુષ્ટ કે પાપી માણસ માટે એક ઘડી પણ, જરાયે સુરગક્ષત નથી, ભલે પછી મૃત્યુ જોજનો સુધી ક્યાાંય કેમ દેખાતુાં ન હોય. સાાંસાહરક માણસ માટે એની તાંદુરસ્તી એની સુરક્ષાનો પુરાવો નથી, ભલે આ પૃર્થવી ઉપર કોઈપણ સ્થળે જવામાાં એને કોઈ બાધ ના હોય, અને ભલે કોઇપણ રીતે કોઈ જનયામાાં જરાયે ભય દેખાતુાં ન હોય. પુરાતન કાળથી પેઢીઓના અનુભવોના આધારે સ્પષ્ટ છે કે તાંદુરસ્તી અને દેખાતી નનભયયતા એ કોઈ સુરક્ષાનો પુરાવો નથી, માણસ અત્યારે અનાંતકાળને આરે નથી એની કોઈ ખાતરી નથી. હવે પછીની બીજી ક્ષણ કે પગલુાં એને અજાણ એવા જગતમાાં ધકેલી દેશે કે જે જગત નવષે તે જાણતો નથી એની કોઈ ખાતરી નથી. માનવામાાં ના આવે એટલા અસાંખ્ય દાખલાઓ છે કે કદી કલ્પયુાં કે નવચાયુું ના હોય એવી ક્ષણે માણસો અચાનક જ એ અજાણ એવા જગતમાાં ચાલ્યા જાય છે.
જેમના જીવનો હજી બદલાયા નથી એવા લોકો નવનાશના ખાડા પર પાાંથરેલા કપડા ચાલી રહ્યા છે અને એમાાં એવી કેટલીયે જનયાઓ છે જે એમનો ભાર ખામી શકવાને સમથય નથી, એવી જનયાઓ સહેલાઈથી દેખાય એવી નથી. બપોરે મરણના બળતા ભાલાઓ અદ્રશ્ય રીતે ચાલી રહ્યા છે, તેજ્સસ્વીમાાં તેજસ્વી આંખો તેમને જોઈ શકતી નથી. ઈશ્વર પાસે દુષ્ટને પૃર્થવી પરથી ઉપાડી લઈને નરકમાાં નાખી દેવાના એટલા અસાંખ્ય રસ્તાઓ છે કે માણસ એને ખોળી કાઢી શકે નહહ. ગમે તે ક્ષણે દુષ્ટને દુર કરવા ઈશ્વરને કોઈ નવશેષ ચમત્કાર કે કૌતુક કરવાની જરૂર પડતી નથી. દુષ્ટને પૃર્થવી પરથી દુર કરવા માટેના તમામ રસ્તાઓ એ સામથી દેવના હાથમાાં છે, અને એ સાવયનત્રક અને સાવયભૌનમક રીતે એની ઈચ્છા અને સાંકલ્પને આધીન છે. દેવના મનમાાં એ પ્રશ્ન નથી કે દુષ્ટ માણસે નરકમાાં જવુાં કે નહહ પણ એટલુાં જ કે દેવે હજી દુષ્ટ માટે એ એની ઈચ્છાને અમલમાાં લાવવામાાં નવલાંબ કયો છે.
સાાંસાહરક માણસની આવડત અને સમજશક્તત તેને પોતાને કે બીજાને સુરગક્ષત રાખવાને માટે એક ક્ષણ માટે પણ કામની નથી. એ સદભયમાાં, દૈવી પ્રબાંધ અને સવયસામાકય અનુભવો પણ સાક્ષી પૂરે છે. એ સ્પષ્ટ પણે દેખાય છે કે માણસનુાં જ્ઞાન કે ડહાપણ એ તેને બીજાઓના કરતાાં વધારે સુરક્ષા આપી શકતુાં નથી, જો એમ જ હોય તો આ જગતના બળવાન રાજનીનતકારો અને એમના જેવા અનેક બીજા નવદ્વાનો હમેશાાં બચી જવા જોઈએ પણ એથી ઉલટુાં તેઓ પણ અચાનક અને અણધારી રીતે મૃત્યુ પામે છે, શુાં એ હકીકત નથી? “…મૂરખની પેઠે જ જ્ઞાની પણ મરે છે!”.
પાપી માણસ જયાાં સુધી ગિસ્તનો નકાર કરે ત્યાાં સુધી નરકમાાંથી પોતાને બચાવવા માટેની તેણે પોતે ખોળી કાઢેલી ડહાપણ ભરેલી યોજનાઓ અને શ્રમ તેને એક ક્ષણ માટે પણ નરકથી બચાવી શકતી નથી. દરેક સાાંસાહરક માણસ કે જે નકય નવષે સાાંભળે છે તે પોતાની ખુશામત કરતા કહે છે તે એમાાંથી બચી જશે; તે પોતાની સુરક્ષા માટે પોતા પર આધાર રાખે છે; તેણે પોતે જે સારી બાબતો કરી છે, કરી રહ્યો છે કે કરવાનો છે એનાથી એ પોતાને સાાંત્વના કે ખાતરી આપે છે. પોતે કેવી રીતે અનાંતકાળના નાશમાાંથી બચી જશે એ નવષે પોતે યોજનાઓ ઘડી કાઢે છે અને પોતાને આશ્વાસન આપે છે કે એની પોતાની પાસે બચી જવાના બહુ ડહાપણ ભરેલા આયોજનો છે અને એની યોજનાઓ કદી નનષ્ફળ જઈ શકે નહહ. તેઓ સાાંભળે તો છે કે બચેલા થોડા જ છે, અને જેઓ અત્યાર સુધી જીવી ગયાાં તેમાાંથી મોટા ભાગના નરકમાાં ગયાાં છે; પણ તે એવુાં નવચારે છે કે બીજા ના કરતા એની પાસે તેના બચાવને માટે વધારે સારી યોજના છે. એ માનતો નથી કે તે એ મહા બળતરાની જગામાાં પડશે; તે પોતાને કહે છે કે તે ખુબ સારી રીતે કોઈપણ પહરક્સ્થનત સામે લડવા માટે તૈયાર છે અને દરેક પહરક્સ્થનત કે સમયને પહોચી વળી શકે છે. મનુષ્યનાાં મુખય સાંતાનો પોતાની જ યોજનાઓથી, આત્મસુઝથી, આપબળથી અને ડહાપણથી પોતાને ભરમાવે છે અને એમ કરવામાાં તેઓ પડછાયા પર કે જે વાસ્તનવક નથી એની પર ભરોસો રાખે છે. મોટાભાગના જેઓ અત્યાર સુધી એવુાં નવચારતા મરણ પામ્યા છે તેઓ નરકમાાં ગયાાં છે એમાાં કોઈ શાંકા નથી; એ બધા ઓછા બુદ્ધિશાળી હતા અથવા તો તેમણે પોતાની રીતે બચવાની તૈયારી નહોતી કરી એમ નહોતુાં. જો આપણે તેમાાંના દરેકની સાથે વાત કરી શકીએ અને તેમને પૂછીએ કે જયારે તેઓ હજી જીવતાાં હતાાં અને નકય નવષે સાાંભળતાાં હતાાં ત્યારે શુાં કદી તેમણે આ જનયાની ક્રુરતા અને કદી ના અટતનાર બળતરા નવષે નવચાયુું હતુાં? હુાં માનુાં છાં કે એમાાંના દરેક પાસેથી આપણને જવાબ મળે કે, “ના, મેં કદી ધાયુું નહોતુાં કે હુાં આ જગામાાં આવી પડીશ: મેં તો મારા મનમાાં તદ્દન જુદુાં જ નવચાયુું હતુાં; મેં ધાયુું હતુાં કે મારી પાસે પોતાને માટે પુરતી અને અસરકારક યોજનાઓ છે. મેં નવચાયુું હતુાં કે મારી પાસે કદી નનષ્ફળ ના જાય એવો રસ્તો કે ઈલાજ છે; પણ આ તો મારા પર અચાનક અને બહુ જ અણધારી ક્ષણે આવી પડ્ુાં; જે રીતે અને જે ક્ષણે એ આવી ગયુાં એ મારી કલ્પનાની બહાર છે, એક ચોરની માફક – મૃત્યુ મને ભરખી ગયુાં: ઈશ્વરનો કોપ મારે માટે અનત વેગવાન હતો. ઓ, મારી કેવી શ્રાનપત મૂખયતા! હુાં તો પોતાને આશ્વાસન અને ખાતરી આપતો હતો અને હવે પછી હુાં શુાં કરવાનો છાં એના વ્યથય સ્વપનોમાાં રાચતો હતો અને જયારે હુાં કહેતો બધુાં સલામત અને શાાંનતમાાં છે ત્યારે અચાનક જ નવનાશ મારી ઉપર આવી પડયો.”
ગિસ્તના રતતમાાં દેવે કરેલા કૃપાના કરારની બહાર અનાંતજીવન પામવાનુાં કે અનાંતકાળના મરણ કે નરકથી બચવાનુાં કોઈ વચન દેવે માણસને આપયુાં નથી. એનામાાં દરેક વચન હા અને આમેન છે. પણ જેઓ કરારના સાંતાન નથી તેમને કૃપાના કરારમાાં આપવામાાં આવેલા વચનની કોઈ પરવા નથી, તેમને કરારના કોઈપણ વચનની કે મધ્યસ્થની પરવા નથી. એ માટે, જે લોકો દેવને શોધવાનો દાવો કરે છે, એમ કરવામાાં ગમે તેટલુાં દુખ અને શ્રમ ઉઠાવે છે પણ જો એમની શોધ િીસ્તમાાં નથી તો ઈશ્વર એને અનાંતકાળના નાશમાાંથી બચાવવાને માટે એક ક્ષણ માટે પણ જવાબદાર નથી. આ લોકો નાશના ખાડા પર ઈશ્વરના હાથમાાં ઊંચા પકડી રખાયેલા છે; તેઓ એ અક્નનના ખાડાને માટે યોનય છે અને એમની નશક્ષા જાહેર થઇ ચુકી છે; ઈશ્વર અનત કોપાયમાન થઇ ચુક્યા છે, જેઓને નાશના ખાડામાાં ફેંકવામાાં આવી ચુક્યા છે એમના પરના ઈશ્વરના કોપ કરતા જેઓ હજી ઊંચા પકડી રખાયેલા છે એમની પર ઈશ્વરનો કોપ જરાયે ઉતરતો નથી અને ઈશ્વર એવા લોકોને ઊંચા પકડી રાખવા માટે કોઈ વચનથી બાંધાયેલા નથી. શેતાન તેમની રાહ જોઈ રહ્યો છે, નકય તેમને ગળી જવાને તૈયાર છે, જ્વાળાઓ તેમને ભરખી જવાને માટે તૈયાર છે, તેમના પોતાના હદયયોમાાં સળગી રહેલો પાપનો અક્નન પણ ફાટી નીકળવાની તૈયારીમાાં છે: અને તેઓને મધ્યસ્થમાાં રસ નથી…! અને એ પહરક્સ્થનતમાાં એમની સુરક્ષા માટે કોઈ નવકલ્પ બાકી રહ્યો નથી. ટુાંકમાાં, તેમને માટે હવે બીજો કોઈ આશ્રય રહ્યો નથી, હાથ ટેકવવા માટે તેમની પાસે કોઈ જનયા નથી; હજી સુધી જેણે તેમને ખાડામાાં પડતા રોકી રાખ્યા છે એ તો ઈશ્વરની અગમ્ય ઈચ્છા અને તેની માણસના સમજવામાાં ન આવે એવી ઈશ્વરની સહનશીલતા જ છે.
લાગુકરણ
આ ભય ઉપજાવે એવા નવષય નવશે બોલવા પાછળ એક જ દૈવી યોજના છે અને એ તો એ કે આ સાાંભળનાર વ્યક્તતનુાં બદલાણ થાય. તમારામાાંના જેઓ િીસ્તમાાં નથી, આ તમારા નવશેની વાત છે. સાંતાપ અને ક્રુરતાથી ભરેલો ખાડો, અક્નન અને ગાંધકથી ભરેલો ખાડો તમારી નીચે છે. એ ખાડામાાંથી દેવના કોપ રૂપી ભરખી નાખનાર જ્વાળાઓ નીકળી રહી છે, નકય એનુાં મુખ તમારી નીચે ઉઘાડુાં કરીને બેઠુાં છે, તમારી પાસે ઊભા રહેવાને માટે કે હાથ ટેકવવાને માટે તસુભર પણ જનયા નથી, તમારી અને નરકની વચ્ચે ખાલી હવા નસવાય બીજુાં કાાંઈજ નથી; ફતત ઈશ્વરની અગમ્ય ઈચ્છા અને સહનશીલતાને કારણે જ હજી તમે ઊંચા પકડી રખાયેલા છો અને પડી ગયા નથી.
તમે કદાચ આ નવષે જાગૃત થયા નથી, તમે નવચારી રહ્યા છો કે હજી તો તમે નરકથી બહુ દુર છો પણ હજી દેવના તમને ઊંચા પકડી રાખનાર હાથને જોતા નથી. તમે હજી અકય બાબતો પર ધ્યાન આપી રહ્યા છો, તમારા શરીરની તાંદુરસ્તી અને મજબુત બાાંધા પર, તમારા જીવન નવશેની કાળજી લેવાની તમારી નનપુણતા, તમારા સ્વબચાવ નવશેની તમારી ડહાપણ ભરેલી યોજનાઓ પર તમે આધાર રાખી રહ્યા છો; જો દેવ એનો હાથ તમારા પરથી લઇ લેશે તો તમને એમાાંની કોઈ પણ બાબત નવનાશકારી ખાડામાાં પડતા બચાવવાને સમથય નથી.
તમારી દુષ્ટતા તમને લોઢા જેવા સખત બનાવે છે, અને તમારો ભાર ઉપરથી વધારી દે છે કે જે તમારી એ ખાડામાાં પડવાની શક્યતાને વધુ મજબુત બનાવી દે છે, તમે જલ્દીથી, ઉતાવળે એ તગળયા વગરના ખાડામાાં પડી જશો અને ગરક થઇ જશો, અને તમારો મજબુત બાાંધો, અને પોતાને સાંભાળવાને માટેની તમારી યોજનાઓ અને ડહાપણપૂવયક ખોળી કાઢેલી યોજનાઓ તમને એ નરકમાાં પડતા રોકવાને માટે કોઈ જ રીતે મદદરૂપ થશે નહહ. એ તો એક મોટા પર્થથરનુાં કરોગળયાના જાળમાાં ઝીલાઈ રહેવા જેટલુ જ અશક્ય છે. જો ઈશ્વરની સાવયભૌમ ઈચ્છા કાયયરત ન હોય તો આ પૃર્થવી એક ક્ષણ માટે પણ તમને સહન કરવા માટે તૈયાર ન થાય, કારણ કે તમે પૃર્થવીને માટે બોજારૂપ છો; આખી સૃન્ષ્ટ તમારી સાથે નનસાસા નાખી રહી છે; અકય સજીવો, તેમની પોતાની મરજીથી નહહ પણ, તમારા પાપને લીધે અશુિતાને સ્વાધીન કરવામાાં આવ્યા છે. સૂયય રાજીખુશીથી તમારી પર ઉગતો નથી કે તમે એના પ્રકાશનો ઉપયોગ કરીને પાપ અને શેતાનની સેવા કરો. પૃર્થવી રાજીખુશીથી ફળ ઉપજાવતી નથી કે જે ખાઈને કે ધરાઈને તમે તમારી દુવાયસ્નાઓ પૂરી કરો, પૃર્થવી તમારી દુષ્ટતા પાર પાડવાનો કોઈ માંચ નથી. હવા રાજીખુશીથી તમારી સેવા કરતી નથી કે જેનો ઉપયોગ કરીને તમે જીવો અને દેવના શત્રુને મદદ કરવામાાં તમારુાં જીવન ગાળો. ઈશ્વરે સજેલી સૃન્ષ્ટ એ સુાંદર છે અને એનો ઉપયોગ કરીને માણસ ઈશ્વરની સેવા કરે એ માટે એને બનાવવામાાં આવી હતી, અને એ સૃન્ષ્ટ રાજીખુશીથી બીજા કોઈ પણ હેતુ માટે એનો ઉપયોગ થાય એમાાં રાજી નથી પણ દેવના ઈરાદાથી નવરુિ જે રીતે એનો દુરુપયોગ કરવામાાં આવે છે તેથી તે નનસાસા નાખે છે.
જો મહાન આશામાાં ઈશ્વરે તમને પકડી ના રાખ્યા હોત તો પૃર્થવીએ તમને ક્યારનાયે થૂાંકી કાઢયા હોત. તમારા માથા પર ઈશ્વરના કોપરુપી ઘાડા વાદળો અંધરાઈ રહ્યાાં છે, જે ગબહામણા વાવાઝોડાાં, વીજળીઓ અને કડાકાઓથી ભરપુર છે; જો ઈશ્વરનો હાથ તેમને ન અટકાવી રાખે તો એક ક્ષણમાાં તમારી ઉપર એ ફરી વળી શકે છે. ઈશ્વરની સાવયભૌમ ઈચ્છા, અત્યાર સુધી એ તોફાનને અટકાવી રહી છે; નહહ તો એના પુર આવેશમાાં તમારી પર આવી ચઢે અને ખળીમાાંણા એક તણખલાની માફક એ મહાપાતકમાાં તમારો નાશ થઇ જાય. ઈશ્વરનો કોપ એ બાંધથી બાાંધી રાખેલા નવશાળ પાણીના ભાંડાર સમાન છે, તે ભરાતો ને ભરાતો જ જાય છે અને એની સપાટી ઉંચી ને ઉંચી થતી જાય છે, એવો સમય આવે છે જયારે એ સપાટી વટાવી દે છે. જેટલો લાાંબો સમય એ ભરાતો જાય છે એટલો જ ઝડપી, બળવાન અને નવનાશકારી એ બને છે અને એટલાજ સખત એના પહરણામ આવે છે. એ સાચુાં છે કે હજી સુધી તમારા ભૂાંડા કામોનો કયાય કરવામાાં આવ્યો નથી, દેવના કોપનો પ્રલય હજી સુધી મુલતવી રખાયો છે પણ એ સમય દરમ્યાન તમારી ભૂાંડાઈ સતત વધતી જ રહી છે, અને પ્રત્યેક હદવસે તમે દેવના વધતા કોપનો સાંગ્રહ કરી રહ્યા છો; પાણી ભરાઈ રહ્ુાં છે અને સપાટી ઉંચે આવી રહી છે, અને એનુાં બળ વધી રહ્ુાં છે, અને બીજુાં કશુાં નહહ પણ ફતત ઈશ્વરની અગમ્ય ઈચ્છાને લીધે હજી પાણી બાંધાઈ રહ્યાાં છે, જે ઉછાળા મારી રહ્યાાં છે. જે સમયે ઈશ્વર એનો હાથ ઉઠાવી લેશે એ ક્ષણે ત્યારે એના તમામ પરાક્રમ સહીત ધસી આવશે, મહાક્રોધમાાં એ ધસી આવશે; અને જો કે તમારી તાકાત સૌથી બળવાન માણસ કરતાાં પણ દસ હજાર ગણી વધારે હશે, હા નરકમાાં પડેલા સૌથી બળવાન શેતાન કરતા પણ જોકે દસ હજાર ગણી વધારે હશે તો પણ એ મહાકોપ ની સામે ઊભા રહેવાને માટે નનષ્ફળ નીવડશે. ઈશ્વરનુાં કોપરુપી ધનુષ્ય તાણવામાાં આવ્યુાં છે, એની દોરી ઉપર એનુાં બાણ તૈયાર છે. કયાયની રુએ એ બાણ સીધેસીધુાં જ તમારા હદયયને ચીંધી રહ્ુાં છે, દરેક વહી જતી ક્ષણ એ ઈશ્વરની કૃપાને લીધે જ તમને મળી રહી છે. ઈશ્વર કોપાયમાન છે અને ફતત એની કૃપા જ એ બાણને તમારા લોહીથી રતતરાંજજત થતાાં અટકાવી રહી છે. તમે જેઓ હજી ઈશ્વરના મહાન પરાક્રમમાાં હદયયનુાં બદલાણ પામ્યા નથી કે નવો જકમ પામ્યા નથી, હજી નવી કૃનત બકયા નથી, પાપમાાં મુએલા કે જેમને હજી ઉઠાડવામાાં આવ્યા નથી અને નવા બનાવવામાાં આવ્યા નથી અને જેઓને હજી જીવનના પ્રકાશનો અનુભવ થયો નથી તેઓ તમામ તમે એ કોપાયમાન દેવના હાથમાાં ઊંચા પકડી રખાયેલા છો.
જો કે તમે તમારા જીવનનુાં પોતાની રીતે ઘણી રીતે નવીનીકરણ કયુું હોય, અને તમને ધાનમિક વાતોમાાં કદાચ રસ હોય, વ્યક્તતગત રીતે અને કુટુાંબમાાં ધાનમિકતા પાડતા હો, પણ નક્કી જાણો કે ફતત દેવની ઈચ્છાને લીધે જ તમે હજી એ અનાંતકાળના નાશમાાં પડી ગયા નથી. અત્યારે જે સત્ય તમે સાાંભળી રહ્યા છો એ ભલે તમને ગણકાયય ના હોય પણ આ સત્ય તમારો કેડો મુકશે નહહ અને સમય જતાાં તમને એક હદવસ ચોક્કસ એ સમજાશે. જેઓ તમારી આગળ ચાલ્યા ગયાાં છે તેઓ પણ એમ જ માનતા હતા; નાશ તેમની ઉપર અચાનક જ આવી પડયો, એવી ક્ષણે કે જે તેમણે કદી ધારી નહોતી જયારે તેઓ શાાંનત અને સલામતીની વાતો કરતા હતા. પણ અત્યારે તેઓ બરાબર સમજી રહ્યા છે કે એ શાાંનત અને સલામતીની વાતો એ ખાલી વાયરા અને અવાસ્તનવક પડછાયા જેવી હતી.
દેવે તમને અક્નનના ખાડા ઉપર ઊંચા પકડી રાખ્યા છે, જેમ કોઈ માણસ કોઈ જીવડાને સળગતા અક્નનની ઉપર ઉંચે પકડી રાખે. એ દેવની નજરમાાં તમારા પાપને લીધે તમે નધક્કારપાત્ર છો, એની પનવત્ર આંખો જે પાપને ગબલકુલ સાાંખી શકતી નથી એ જયારે તમને પાપમાાં જુએ છે ત્યારે એની નજર આગળ રાખવા કરતાાં તમને અક્નનમાાં નાખી દેવાનુાં પસાંદ કરે છે. માણસની નજરમાાં એક ઝેરી સપય જેટલો ઘૃગણત છે એના કરતાાં તમારી પાપી અવસ્થાને લીધે તમે દસ હજાર ગણા વધારે અમાકય છો. એક બળવાખોર માણસ પોતાના રાજાની નવરુધ્ધ બળવો કરે એના કરતાાં પાપને લીધે તમે તેની નવરુિ વધારે મોટો બળવો કયો છે અને છતાાં એની મહાન કૃપાને લીધે એના કૃપાળ હાથોમાાં તેણે તમને હજી ઊંચા પકડી રાખ્યા છે. ગઈકાલે રાતે તમે નરકમાાં પડયા નહહ અને આજે સવારે તમે જીવતાઓની ભૂનમમાાં આંખો ઉઘાડી, એની પાછળ બીજુાં કશુાં જ નહહ પણ દેવનો કૃપાથી ભરપુર હાથ કે જેણે તમને હજી ઊંચા પકડી રાખ્યા છે. એની નજરમાાં અનતશય ઘૃણાને પાત્ર તમારા બધા પાપો કે જે લઈને તમે અહી બેઠા તે ઘડીથી આ ઘડી સુધી હજી તમે નરકમાાં ફેંકાઈ ગયા નથી એનુાં ફતત એક જ કારણ છે કે એના કૃપાળ હાથોમાાં તેણે તમને ઊંચા પકડી રાખ્યા છે.
ઓ પાપીઓ! તમે જે ભયાંકર ભય હેઠળ જીવી રહ્યા છો એ નવષે નવચારી જુઓ: એ ભયાંકર કોપરુપી ભઠ્ઠી, એ મોટો તગળયા વગરનો કોપરુપી અક્નનથી ભરેલો ખાડો, કે જેની પર જયારે દેવે તમને એના કૃપાળ હાથમાાં હજી ઉંચા પકડી રાખ્યા છે ત્યારે તમારા વધતા પાપને લીધે દરેક ચાલી જતી ક્ષણે એનો કોપ વધુ ને વધુ તેજ થતો જાય છે. તમે એક તાાંતણા પર લટકી રહ્યા છો અને તમારી આજુબાજુ દૈવી કોપની જ્વાળાઓ દરેક ક્ષણે ભરખી જવા માટે તલપી રહી છે, તમને એ મધ્યસ્થમાાં કોઈ રસ નથી પણ તમારી પાસે એ મધ્યસ્થ નસવાય તમને બચાવવાને માટે બીજુાં શુાં છે? બીજ કઈ શક્તત તમને એ કોપરુપી જ્વાળાઓથી બચાવશે? તમે તમારી પોતાની રીતે એ દેવના કોપથી પોતાને બચાવી શકતા નથી. આ બાબતોનો જરા વધારે બારીકાઈથી નવચાર કરો,

૧. કોપ કોનો છે? એ તો અનાંતકાગળક દેવનો કોપ છે. જો એ કોઈ મનુષ્યનો કોપ હોત કે કોઈ મોટા શક્તતશાળી પૃર્થવી પરના રાજાનો કોપ હોત, તો તમે કદાચ એની અવગણના કરી શકત. પૃર્થવી પરના શક્તતશાળી રાજાઓ કે જેમના હાથમાાં એમની પ્રજાઓના જીવન કે મરણ બધા પર સત્તા રહેલી છે તેનુાં ભય લોકોને લાગે છે. “રાજાનો ધાક નસિંહની ગર્જના જેવો છે; તેને કોપાવનાર પોતાના જ જીવની નવરુધ્ધ અપરાધ કરે છે.” (નીતીવચન ૨૦:૨) પૃર્થવી પરના રાજાઓ કે જેમની સામે પડવાથી, નવચારી ન શકાય એવી નશક્ષા કે કોપનો સામનો કરવો પડે છે ત્યારે આ તો આકાશ અને પૃર્થવીના ગૌરવી રાજાના કોપની વાત છે જેની સમક્ષ એ પૃર્થવી પરના રાજાઓનો કોપ કોઈ નવસાતમાાં નથી, તેઓ બધા દેવની હજૂરમાાં તીડ સરખા છે. તેમનો પ્રેમ કે કોપ એ દૈવી પ્રેમ કે કોપની સામે શૂકય માત્ર જ છે. “મારા નમત્રો, હુાં તમને કહુાં છાં કે, જેઓ શરીરને મારી નાખે, અને તે પછી બીજુાં કાંઈ કરી ના શકે, તેઓથી બીહો મા, પણ તમારે કોનાથી બીવુાં તે નવષે હુાં તમને ચેતવણી આપીશ; મારી નાખ્યા પછી નરકમાાં નાખી દેવાનો જેને અનધકાર છે તેનાથી બીહો; હા, હુાં તમને કહુાં છાં કે, તેનાથી બીહો. ” (લુક ૧૨:૪,૫)
૨. કોપનુાં પાત્ર કોણ છે? એના ભયાંકર કોપનુાં પાત્ર તો બીજુાં કોઈ નહહ પણ તમે જ છો. આપણે ઘણીવાર દેવના કોપ નવષે વાાંચીએ છીએ; જેમ કે યશાયાહ ૫૯:૧૮ “જેવાાં તેઓનાાં કામ તેવાાં જ ફળ તે તેઓને આપશે;….”, યશાયાહ ૬૬:૧૫ “કેમ કે જુઓ, યહોવા અક્નનદ્વારા આવશે, ને એના રથો વાંટોળીયા જેવા થશે; તે કોપથી પોતાના રોષને, તથા અક્નનના ભડકાથી પોતાની ધમકીને પ્રગટ કરવા સારુ આવશે.” એ જ પ્રમાણે પ્રકટીકરણ ૧૯:૧૫ માાં આપને વાાંચીએ છીએ “…અને સવયશક્તતમાન દેવના સખત કોપનો દ્રાક્ષાકુાંડ તે ખૂાંદે છે.” દેવનો કોપ! કોપાયમાન યહોવા! અરે રે..એ કેટલુાં ભયાનક અને ગબહામણુાં છે! આ સાંબોધનો નો ઉડો અથય અથવા એની વાસ્તનવકતા કોણ સમજી શકે! “સવયસામથી દેવના કોપની ભયાનકતા”!. જેમ માણસો રોષે ભરાય અને એમના ક્રોધનો દેખાવ જોઈ શકાય પણ આ તો દેવના મહાન કોપનો દેખાવ…ઓ, એનુાં પહરણામ કેવુાં ભયાંકર હશે! કીડારૂપ સજીવોના કેવા હાલ થશે! કોનો હાથ એની સામે બળવાન થઇ શકશે? કયુાં હદયય એને સહન કરી શકશે? જેઓની પર આ કોપ રેડી દેવામાાં આવશે એ સજીવોની કેવી ભયાનક, નનસહાય, વણયન ન કરી શકાય એવી ઊંડી વેદના થશે!
તમે બધા જે અહી હાજર છો, અને હજી તમારુાં બદલાણ થયા વગરની સ્થનતમાાં છો, જયારે દેવની નજરમાાં તમારા પાપનો ઘડો ભરાઈ જશે ત્યારે દેવ એનો કોપ કોઈપણ દયા રાખ્યા વગર રેડી દેશે, તમારી ગજા બહારની વેદના અને બળતરા, તમારી નનસહાય પહરક્સ્થનત તરફ દેવ કોઈ લક્ષ નહહ આપે. એના મહાન કોપના સપાટામાાંથી દેવ જરાપણ અને કશુયે પાછાં નહહ રાખે, પછી કોઈ કૃપા કે દયા દશાયવવામાાં નહહ આવે. એકવાર તમને ફેકી દીધા પછી એ ફરી કદી તમારી સામુાં જોશે નહહ. “માટે હુાં પણ કોપાયમાન થઈને [નશક્ષા] કરીશ; મારી આંખ દરગુજર કરશે નહહ, તેમ હુાં દયા પણ રાખીશ નહહ; અને તેઓ મોટે સાદે મારા કાનમાાં બુમ પાડશે, તોપણ હુાં તેમનુાં સાાંભળીશ નહહ.” (હઝકીએલ ૮:૧૮)
જુઓ, હજી દેવ તમારી ઉપર દયા કરવાને રાજી છે; આજે જ કૃપાનો હદવસ અને હાલ જ માકયકાળ છે; આજે જ તમે તેને પોકારો અને એ દયા કરશે પણ નક્કી જાણો કે એકવાર દયાનો સમય તમે ચુકી જશો પછી તમારી હદયય ઓગાળી નાખે એવી ચીસો કે આક્રાંદ બધુાં જ એના કોપની આગળ નકામુાં જશે. દેવની પાસે બીજો કોઈ નવકલ્પ બાકી રહેશે નહહ, તમે ફતત કોપને સારુાં તૈયાર પાત્ર સમાન બની જશો, એવા પાત્રનો બીજો કોઈ ઉપયોગ થઇ શકે નહહ, તેને માટે ફતત એક જ અંત હશે. પછી તમે ગમે તેટલુાં કલ્પાાંત કરશો પણ દેવ તમારુાં જરાયે નહહ સાાંભળે. “પરાંતુ તમે મારી સવય નશખામણને તુચ્છ ગણી છે, અને મારા ઠપકાને ગબલકુલ ગણકારતા નથી; માટે હુાં પણ તમારી નવપનત્તને વખતે હાસ્ય કરીશ; જયારે તમારા પર ભય આવશે, ત્યારે હુાં તમારી મશ્કરી કરીશ;” (નીતીવચન ૧:૨૫,૨૬).
આ શબ્દો કેવા ભયાનક છે! યશાયાહ ૬૩:૩, જે મહાન દેવના શબ્દો છે, “…વળી મેં મારા રોષમાાં તેઓને ખૂાંદ્યા, ને મારા કોપથી તેઓને છાંદી નાખ્યા; તેઓનુાં લોહી મારાાં વસ્ત્રો પર છાંટાયુાં, ને મારા તમામ પોશાક પર મેં ડાઘ પાડયા છે.” આનાથી નવશેષ કયા શબ્દોમાાં દેવના મહાન કોપુન વણયન કરી શકાય! ભયાંકર કોપ, ઘૃણા અને નવકરાળ રોષ! એકવાર એ કોપનો નશકાર બની ચુક્યા પછી તેની દયા માટેના પોકારોનો કશો જ અથય નથી, ઉલટુાં તે તમને એના પગ તળે છાંદી નાખશે, તમારા લોહીના છાાંટા એના વસ્ત્રો ઉપર પડશે, તે ફતત તમને નધકક્કારશે એટલુજ નહહ પણ તમને એના પગ તળે કચડી નાખશે, એ નસવાય બીજુાં કોઈ સ્થાન તમારે માટે રહેશે નહહ.
૩. કેવો નવનાશક કોપ? કેવા મહાન નવનાશની સામે તમે ઊભા છો કે જે દેવ પ્રગટ કરવાનો જ છે. દેવના મનમાાં એ હતુાં કે એના પ્રેમની નવશાળતા અને એના કોપની નવશાળતા એ દૂતોને અને મનુષ્યોને દેખાડે. ઘણી વાર પૃર્થવી પરના રાજાઓ એમની સામે થનારની પર એમના કોપ પ્રદનશત કરે છે, નબુખાદનેસ્સાર, એક શક્તતશાળી અને ક્રોનધત ખાલ્દીઓનો રાજા, શાદ્રખ, મેશાખ અને અબેદનેગો પર એનો કોપ જયારે સળગી ઉઠયો ત્યારે એને ભઠ્ઠીને સાત ગણી વધુ તપાવવાની તેણે આજ્ઞા કરી, અને એ તેના ક્રોધની ચરમસીમા હતી. પણ અહી તો રાજાઓના રાજાના કોપ ની વાત આપણે કરી રહ્યા છીએ કે જે એના શત્રુઓની ઉપર એના પુરા સામર્થયયથી એનો કોપ રેડી દેશે. “અને જો દેવે પોતાનો કોપ દેખાડવાની તથા પોતાનુાં સામર્થયય જણાવવાની ઈચ્છા રાખીને નાશને જોગ થયેલાાં કોપનાાં પાત્રોનુાં ઘણી સહનશીલતાથી ઘણુાં સહન કયુું.” (રોમનોને પત્ર ૯:૨૨). દેવનો માકયામાાં ન આવે એવો મહાન કોપ પ્રગટ કરવામાાં આવે એ એની યોજના અને દેવનો ઈરાદો છે. એ નક્કી પાર પાડવામાાં આવશે કે જયારે દેવ પાપીઓની સામે એના રોષમાાં ઉઠશે અને બધા પાપીઓ અને એનો નકાર કરનારાઓ અનાંતકાળ સુધી એ કોપમાાં કચડાતા રહેશે. ત્યારે દેવ સમગ્ર એના છોડાવાયેલાઓણે એ મહાન બનાવ જોવા માટે અને સાક્ષી થવાને માટે આમાંત્રણ આપશે. “અને લોકો ભઠ્ઠીના ચુના જેવા, અક્નનમાાં બાળી નાખેલા કાપેલા કાાંટા જેવા થશે.” (યશાયાહ ૩૩:૧૨)
તમે જેઓ હજી તેની પાસે દયાને માટે આવ્યાાં નથી જો તમે એ દયાનો નકાર કયાય કરશો તો તમારા એ જ હાલ થશે; અનાંતકાગળક અને અગાધ શક્તત, પ્રતાપ, અને સવયસામથી દેવનો કોપ તમારા પર રેડી દેવાથી દેવ તમારામાાં મહહમા પામશે અને તમે એ સવયકાગળક બળતરા અને પીડામાાં ચાલ્યા જશો. અને જયારે તમે એ નવનાશના ખાડામાાં બળતરા અને પીડામાાં વેદના પામતા હશો ત્યારે ગૌરવી સ્વગયના રહેવાસીઓ અને દૂતો, હલવાનની હાજરીમાાં આ અનત કરુણ દ્રશ્ય જોશે અને દેવના કોપની મહાનતા અને નવકરાળતાને નનહાળશે.
એ અનાંતકાગળક કોપ છે. જો એક ક્ષણ માટે પણ આવા કોપને સહન કરવો એ ભય ઉપજાવનારુાં હોય તો આ તો અનાંતકાળ માટે સહન કરવાનો છે! આ ભયાંકર પીડાનો કોઈ અંત છે જ નહહ. તમે આગળ જુઓ તો એનો અંત દેખાશે જ નહહ, કદી પૂરો જ ન થાય એવો સમય, કે જેમાાં તમારા નવચારો ગરક થઇ જશે, અને એના દેખાવથી તમે અવાક થઇ જશો. કદી એમાાંથી બહાર નીકળી શકાવાનુાં નથી એ હકીકતને લીધે તમારી નનગયતતાનો કોઈ અંત નહહ હોય. તદ્દન ઉપાય વગરની પહરક્સ્થનત!. તમને એનુાં સતત ભાન થયા કરશે કે કરોડોના કરોડો વષો કે જેને ગણી શકાય નહહ ત્યાાં સુધી તમે એ જ દયારહહત કયાયશાસનમાાં પડયા રહેવાના છો. અને જયારે એ કરોડોના કરોડો વષો પૂરાાં થશે ત્યારે તમને ખ્યાલ આવશે કે એ તો હજી બાકી રહેલા સમયની સરખામણીમાાં માત્ર એક ક્ષણ જ હતી અને એમ એ નશક્ષા અનાંતકાળ માટે છે. આ પહરક્સ્થનતમાાં પડેલા આત્માના કેવા હાલ થશે એની કોણ કલ્પના કરી શકે? મનુષ્ય જેટલુાં એનુાં વણયન કરે એટલુાં ઓછાં પડે; એ કેવી અવણયનીય અને અકલ્પય વેદના હશે, “તેના કોપને બળને કોણ પારખી શકે?”
ઘણા આ ચાલી જતી દરેક ક્ષણે એ મહાન અને અનાંતકાગળક પીડા અને કોપમાાં આવી પડવાના ભયમાાં છે, એ નવચાર કેવો ભય ઉપજાવનારો છે! પણ, અહી બેઠેલી દરેક વ્યક્તત કે જે હજી િીસ્તમાાં નવા જકમના અનુભવમાાં આવી નથી, પછી ભલે તે ગમે તેટલી સારી કે સૈધ્ધાાંનતક રીતે જીવનારી, ઠરેલ કે ધાનમિક કેમ ન હોય તે દરેકની પર આ કોપ ઝળાંબી રહ્યો છે. અરે, તમે જુવાન કે ઘરડાાં તમે દરેક આ નવષે નવચાર કરો તો કેવુાં સારુાં! ખરેખર આ બાબત નવચાર કરવા યોનય છે કે અહી બેઠેલા કેટલા આ કોપ અને અનાંતકાળની પીડામાાં નાંખાવાના ભય નીચે જીવી રહ્યા છે. આપણે જાણતા નથી તેઓ આ સભામાાં ક્યાાં બેઠેલા છે કે અત્યારે તેઓ શુાં નવચારી રહ્યા છે. કદાચ તેઓ અત્યારે બહુ સામાકય દેખાઈ રહ્યા છે અને કોઈપણ પ્રકારની અસર વગર આ સાાંભળી રહ્યા છે અને પોતાને ઠાલુાં આશ્વાસન આપી રહ્યા છે અને પોતાને કહી રહ્યા છે કે તેઓ તો બચી જવાના છે.
જો આપણે જાણતા હોઈએ કે અહી બેઠેલામાાંથી કોઈ એક, કોઈ એક જ, એ કોપમાાં સરી પડનાર છે, તો પણ એ નવષેનો નવચાર કેવુાં ભય ઉપજાવે છે! જો આપણે એ વ્યક્તતને ઓળખતા હોઈએ તો એની તરફ જોવાથી પણ કેટલુાં ભય ઉપજે છે! બાકીના સભાજનો શુાં એ વ્યક્તત માટે પોકારી નહહ ઉઠે? પણ જો તેઓ એકથી વધારે હોય, તો તેઓ નરકમાાં આવી પડશે ત્યારે શુાં આ સાંદેશો તેમને દરેક ક્ષણે યાદ નહહ આવે? અને જેઓ અહી છે તેઓમાાંથી જો નજીકના જ ભનવષ્યમાાં જ એ ખાઈમાાં પડી જાય તો એ કેવી કરુણતા હશે! અને જેઓ અહી શરીરની પૂરી તાંદુરસ્તીમાાં અને જીવનની તમામ પ્રકારની ભરપુરીમાાં અત્યારે બેઠેલા છે તેઓમાાંથી આવતીકાલ સવાર પહેલા કોઈ એ ખાઈમાાં નહહ જઈ પડે એની શુાં ખાતરી છે? જેઓ નવચારે છે કે નકય હજી બહુ દુર છે તેઓ તેમાાં જલ્દી પડી જશે, તમારામાાંના એવાઓ પર એ અચાનક, અણધાયુું અને બહુ જલ્દી આવી પડશે.
તમારે એ વાતનુાં આશ્ચયય પામવુાં જોઈએ કે હજી સુધી તમે એ ખાઈમાાં પડી ગયા નથી. તમે જેઓને ભૂતકાળમાાં અહી બેઠેલા જોયાાં હતા અને અત્યારે તેઓ એ નવનાશની ખાઈમાાં પહોચી ચુક્યા છે, શુાં તમે પણ એ જ જોખમમાાં છો? તેઓ હવે આશારહહત એવી જગામાાં પહોચી ગયાાં છે, તેઓ અત્યારે વણયન ના થઇ શકે એવી અસહ્ય વેદના અને પીડામાાં કણસી રહ્યા છે, પણે હજી તમે આ જીવતાાંઓની ભૂનમમાાં, દેવના ઘરમાાં બેઠા છો અને તમારી પાસે હજી તારણને મેળવી લેવાની તક છે. જેઓ ખાઈમાાં પડી ચુક્યા છે તેઓ તમારા જેવી એક જ તક તેમને ફરી મળે એ માટે કેવા તલસી રહ્યા છે…!
અત્યારે તમારી પાસે આ અનમોલ તક છે, આ હદવસ કે જયારે ગિસ્તે તમારી સામે કૃપાનુાં દ્વાર ખુલ્લુાં અને ઉઘાડુાં મુક્ુાં છે, અને એ ત્યાાં ઉભો છે અને મોટા સાદે તમને અને અકય પાપીઓને બોલાવી રહ્યો છે; આ હદવસે ઘણાઓ એના અવાજને સાાંભળીને આધીન થઈને તમારી આગળ એ ઈશ્વરના રાજયમાાં પ્રવેશ કરી રહ્યા છે. રોજેરોજ, ચારે હદશાઓમાાંથી ઘણાઓ તે ગૌરવી રાજયમાાં પ્રવેશ કરી રહ્યા છે જેઓ ગઈકાલ સુધી તમારી જેમ કોપમાાં જીવી રહ્યા હતા પણ અત્યારે તેઓ એ અવણયનીય આનાંહદત જગામાાં પ્રવેશ્યા છે. તેમની પર પ્રેમ કરનારે તેઓના હદયયો પ્રેમથી ભરી દીધાાં છે, અને તેના પોતાના લોહીમાાં તેમનાાં પાપોને તેણે ધોઈ નાખ્યા છે. દૈવી મહહમાની અનાંતકાળની આશામાાં તેઓ અત્યારે આનાંદ કરી રહ્યાાં છે. આ હદવસે એમાાંથી બાકાત રહી જવુાં એ કેટલી મોટી કરુણતા! બીજાઓ જયારે હલવાનની મેજ પર આનાંદ કરી રહ્યા છે ત્યારે તમે નાશ તરફ દોડી રહ્યા છો એ કેવી કરુણતા! જયારે તેઓ મહાન આનાંદથી ભરપુર હોય ત્યારે તમે નનગયત હદયયે નનસાસા સહીત પોતાના આત્મામાાં બળતરા પામી રહ્યા છો એ કેવી કરુણતા! શુાં તમારા આત્માઓ સફીલ્દ શહેરના લોકોના આત્માઓ જેટલા જ કીમતી નથી કે જેઓ સખ્યાબાંધ ગિસ્તની પાસે આવી રહ્યાાં છે?
શુાં કેટલાયે એવા નથી કે જેઓ આ પૃર્થવી પર ઘણુાં લાાંબુ આયુષ્ય પામી ચુક્યા છે પણ હજી નવો જકમ પામ્યા નથી? અને એ જ રીતે ઇસ્રાએલમાાં પણ કેટલાયે હજી એવાજ છે, કે જેઓએ, જકમ્યાની ઘડીથી આ ઘડી સુધી દેવના કોપના સાંગ્રહ કરવા નસવાય બીજુાં કાંઇજ કયુું નથી. ઓ મારા સાહેબો, તમારી ક્સ્થનત ખરેખર ખુબ જ ગાંભીર છે. તમારા હદયયની કઠણાઈ અને અપરાધીપણાની ભાવના એ ખુબ મોટી છે. શુાં તમે નથી જાણતા કે તમારી ઉંમરના કેટલાયે આ દેવની મહાન કૃપાની તક મેળવવા માટે હયાત રહ્યાાં નથી? તમારે હવે ઊંઘમાાંથી જાગવાની વેળા આવી ચુકી છે. તમે ઈશ્વરના કોપની ઉગ્રતા સામે ઊભા રહેવાને માટે કોઈ રીતે સમથય નથી. ઓ યુવાનો અને યુવતીઓ, તમને જે આ ઉત્તમ સમય મળ્યો છે કે જેમાાં તમારી ઉંમરના ઘણા યુવાનીની વ્યર્થતાયઓ તજીને િીસ્તમાાં ઉમેરાઈ રહ્યાાં છે, ત્યારે શુાં તમે એની અવગણના કરશો? તમારી પાસે આ અમુલ્ય તક છે પણ જો તમે તેની અવગણના કરશો તો જેમણે તેમની યુવાની પાપની અધમતામાાં ગુમાવી દીધી અને અત્યારે સમજી ન શકાય એવી હદયયની કઠોરતામાાં આવી પડયા છે, એમના જેવી પહરક્સ્થનત તમારી પણ થશે. અને તમે બાળકો, કે જેઓ હજી બદલાણ પામ્યા નથી શુાં તમે જાણતા નથી કે તમે નકય તરફ જઈ રહ્યા છો? કે જયાાં ઈશ્વરનો મહાન કોપ સહન કરવો પડશે અને દેવ રોજે તમારી પર કોપાયમાન છે. શુાં તમે શેતાનના છોકરાાં બનશો? કે જયારે આ ભૂનમ પર કેટલાયે એવા બાળકો છે જેઓ બદલાણ પામ્યા છે, તેઓ પનવત્ર અને આનાંહદત, રાજાઓના રાજાનાાં બાળકો બકયા છે?
અને દરેક જેઓ ગિસ્ત વગરના છે ને એ અક્નનની ખાઈ ઉપર લટકી રહ્યા છે, તમે પુરુષ કે સ્ત્રી, કે આધેડ, કે જુવાન કે નાનાાં બાળકો, તમે સવય આજે આ ઈશ્વરનો મોટા સાદે થઇ રહેલા પોકાર અને તમારી માટેના છટકારા નવષે સાાંભળો. આજનો હદવસ ઘણા માટે મોટા આનાંદનો હદવસ અને ઘણા માટે મોટા કોપનો હદવસ બની શકે છે. માણસો તમારા હદયયની કઠણાઈમાાં ચાલતાાં ચાલતાાં તમારા આત્માની બેપવાયઈમાાં તમે આજે આ હદવસ સુધી આવી પહોંચ્યા છો; અને આવા કઠણ હદયય માટે આજના હદવસ જેવો ભયાંકર બીજો કોઈ હદવસ હોઈ શકે નહહ. દેવ એના પસાંદ કરેલાઓને ઝડપથી પૃર્થવી પર સવય જગાઓમાાંથી એકઠાાં કરી રહ્યો છે, અને હજી બીજા ઘણાઓને થોડા સમયમાાં પોતાનો આત્મા રેડી દઈને, જેમ પ્રેરીતોના સમયમાાં ઇસ્રએલમાાં થયુાં તેમ દેવ તેના પસાંદ કરેલાઓને ભેગા કરી લેશે અને બાકીના આંધળા થઈને નાશમાાં જશે.
જો તમે આજે આંધળા છો તો તમે અનાંતકાળમાાં આજના હદવસને શ્રાપ આપશો, અને તમે તમારા જકમના હદવસને શ્રાપ આપશો. અત્યારે તમે દેવના આત્માને ઘણાઓની પર રેડાતો તમારી પોતાની આંખે જોઈ રહ્યાાં છો. પણ ત્યારે તમે ઇચ્છશો કે તમારા કરતાાં અધૂરે ગયેલો ગભય કે જે આ બધુાં જોયાાં વગર અંધકારમાાં ચાલ્યો જાય છે એને વધારે સારો માનશો. એમાાં કોઈ શાંકા નથી કે યોહાન બપતીસ્તના સમયમાાં કેહવાયુાં હતુાં કે કુહાડી ઝાડની જડ પર લાગી ચુકી છે અને જે ઝાડ ફળ સારાાં ફળ આપતુાં નથી તે કાપી નાંખાય અને અક્નનમાાં નાખી દેવાય છે.
એ માટે, તમે જેઓ હજી ગિસ્તની બહાર છે તેઓ તમે જાગો અને આવનાર કોપથી નાસો. દેવનો કોપ અત્યારે આ સભામાાં મોટાભાગનાઓની પર ઝળાંબી રહ્યો છે. તમે સદોમમાાંથી નાસો: “ઉતાવળથી તારો જીવ લઈને નાસી જા અને પાછાં વાળીને જોતો ના, અને પહાડ પર નાસી જજે રખેને તારો નાશ થાય.”