(રેવ.ડો.ચંદ્રકાન્ત પથિક, નડિયાદ)
જૂના કરારમાં યશાયા પ્રબોધકનું વચન ઊઠ, પ્રકાશિત થા એ ઉધ્ધાર પામેલા પ્રભુના બાળકો માટે ઈશ્વરની યોજના તરફ દોરી જાય છે. યશાયા પ્રબોધક સામાજિક, આર્થિક, રાજકીય અને ધાર્મિક કટોકટીના સમયગાળામાં જીવતો હતો.એ સમયમાં દેશમાં દુષ્કાળ, ભૂખમરો, ગરીબાઇ, અન્યાય, અનૈતિકતા પૂરજોશમાં ફેલાયા હતા. ઇઝરાયલી લોકોના પાપોને પ્રબોધક વખોડી કાઢતાં કહે છે કે; તમારા અપરાધો તમારી અને તમારા ઈશ્વરની વચમાં ભિન્નતા કરતા આવ્યા છે,અને તમારાં પાપોએ તેમનુંં મુખ તમારી તરફથી એવું ફેરવી નાખ્યું છે કે, તે સાંભળે નહિ., કેમકે તમારા હાથ લોહીથી, ને તમારી આંગળીઓ અપરાધોથી અશુધ્ધ થઈ છે; તમારા હોઠો જૂઠું બોલ્યા છે, ને તમારી જીભ દુષ્ટતા બબડે છે. ટૂંકમાં કહીએ તો લોકો બાહય રીત ધાર્મિક દેખાવાનો ડોળ કરતા હતા; ઉપવાસ, પ્રાર્થના અને ઠરાવેલા અર્પણો ચઢાવતા હતા, નપરંતુ તેમના આંતરિક દુરાચરણો ચાલુ હતા. તેથી યશાયા આ લોકો માટે જણાવે છે કેઃ
જુઓ, તમ ઝઘડા તથા કંકાસને સારુ, ને દુષ્ટતાની મુકકી મારવા સારુ ઉપવાસ કરો છો તમારી વાણી આકાશમાં સંભળાય એ માટે તમે આજકાલ ઉપવાસ કરતા નથી. અને છેવટે, યહોવા આ પસંદિત પ્રજાને પડકાર આપતાં જણાવે છે કેઃ ઊઠ, પ્રકાશિત થા હાલમાં આપણે જે વિશ્વમાં રહીએ છીએ તેમાં પણ દુષ્ટતા દિન—પ્રતિદિન વધતી જાય છે; ચારે બાજુએ અંધકારનાં પરિબળોએ સામ્રાજ્ય પાથરી દીધું છે. આવી પરિસ્થિતિમાં સુધારો લાવવા કોઇ જવાબ છે શું?  હા, પ્રભુ ઈસુની મંડળી કે જે તેમના પસંદ કરેલા લોકોની બનેલી છે તેણે અગત્યનો ભાગ ભજવવાનો છે. પ્રભુના વચનો વિશ્વાસી લોકોને પડકાર આપે છે અને જણાવે છેઃ ઊઠ, પ્રકાશિત થા. પ્રભુ ઈસુએ તેમના શિષ્યોને જણાવ્યું હતું કે, તમે જગતનું અજવાળું છો, પહાડ પર વસાવેલું નગર સંતાઈ રહી શકતું નથી, અને દીવો કરીને તેને માપ તળે નહિ, પણ દીવી પર મૂકવામાં આવે છે, ત્યારે ઘરમાંના બધાંને તે અજવાળુ ં આપે છે. તેમ જ તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી રૂડી કરણીઓ જોઇને આકાશમાંના તમારા પિતાની સ્તુતિ કરે. માથ્થી પઃ૧૪—૧૬. પ્રકાશિત થવા માટે આપણે ઊંઘ છોડીને જગૃત થવું પડશે. પ્રભુનું વચન જણાવે છે કે, ઊંઘનાર જાગ અને મૂએલામાંથી ઊઠ, ને ખ્રિસ્ત તારા પર પ્રકાશ પાડશે. કાળજીપૂર્વક સંભાળ રાખો, કે તમે નિર્બુધ્ધની પેઠે નહિ, પણ ડાહયા  માણસની પેઠે ચાલો; સમયનો સદુપયોગ કરો, કેમ કે દહાડા ભૂંડા છે. બીજી બાબત, આપણે આપણી દ્રષ્ટિ પ્રભુ ઈસુ તરફ રાખવાની છે. તેમની તરફ જુઓ, અને પકાશ પામો. વળી, આપણે આપણા વિશ્વાસના અગે્રસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ રાખીએ. હિબ્રૂ.૧રઃર. ત્રીજી બાબત કે, આપણે પ્રભુના શિષ્યો હોઇને તેમની પાછળ પાછળ ચાલવાનું રહેશે. ઈસુએ કહયુ, કે જગતનું અજવાળું હું છું, જે મારી પાછળ આવે છે, તે અંધકારમાં નહિ ચાલશે, પણ જીવનનું અજવાળું પામશે. યોહાન ૮ઃ૧ર. ઈસુની પાછળ ચાલવું એટલે તેમને આધીન થવું, કષ્ટ સહન કરવું અને સર્વસ્વનો ત્યાગ કરવો.
દરેક ખ્રિસ્તી વ્યકિત પ્રભુ ઇસુ માટે જીવંત સુવાર્તા છે. અંધકારભર્યા યુગમાં એ વંચાય માટે એ પ્રકાશે ભરપૂર હોવી જોઇએ. આપણા ભારત દેશને તેમજ સમગ્ર વિશ્વને પ્રભુ ઇસુના જીવંત પ્રકાશની જરૂર છે. તેથી, ચાલો સૌ પ્રથમ આપણે પોતે જાગૃત થઇને પ્રકાશ પામીએ.