કોરોના ના સમયમાં આપણા શિક્ષક દંપતીએ સ્ટાફની મદદથી જરૂરિયાત મંદ લોકો ને અનાજ કરીયાણાની કીટ વિતરણ કરી શિક્ષકદિન મનાવ્યો.
આણંદમાં આવેલ The Salvation Army William Booth Memorial High School ના આચાર્ય રાકેશ ભાઈ પરમાર અને તેમના શિક્ષિકા પત્ની કે જેવો નાવલી કન્યાશાળામાં ફરજ બજાવે છે એવા રૂપલબેન પરમાર તેમજ શાળાના અન્ય શિક્ષકોએ મળીને કોરોના જેવી મહામારીમાં મા પોતાની સમાજ પ્રત્યેની જવાબદારી સમજી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને મજૂરીકામ કરતાં પરિવારોની પડખે ઉભા રહી પાંચ હજારથી વધુ રાસન કીટ પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરેલ છે.
આ સાથે શાળાના બાળકોનું હેલ્થ ચેકઅપ અને માસ્ક વિતરણ પણ કરવામાં આવ્યા.